INDvsAUS/ ભારતનાં ખરાબ પ્રદર્શનથી સેહવાગ નારાજ, ટ્વીટમાં ઉડાવી ટીમ ઈન્ડિયાની મઝાક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ એડિલેડ મેદાન પર રમાઇ હતી. ટોસ જીત્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી અને પ્રથમ દાવમાં કુલ 244 રન બનાવ્યા હતા…….

Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ એડિલેડ મેદાન પર રમાઇ હતી. ટોસ જીત્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી અને પ્રથમ દાવમાં કુલ 244 રન બનાવ્યા હતા. ભારતનાં 244 રનનાં જવાબમાં ઓસ્ટ્રેલિયા 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

પ્રથમ ઇનિંગ્સમાં કેપ્ટન ટિમ પેને ઓસ્ટ્રેલિયા તરફથી 73 રન અને મધ્યમ ક્રમનાં બેટ્સમેન માર્નસ લબુશેને ઓસ્ટ્રેલિયાની ઇનિંગમાં 43 રનની ઇનિંગ રમી હતી. પરંતુ મેચની બીજી ઇનિંગ્સમાં કંઈક એવું બન્યું, જેની ક્રિકેટ ચાહકોને આશા ન હોતી. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 36 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જો કે કેપ્ટન કોહલીએ ઇનિંગની ઘોષણા કરી અને તેમનું સન્માન બચાવવા પ્રયાસ કર્યો. જેના પર હવે પૂર્વ ભારતીય બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે કટાક્ષ કર્યો છે.

ટ્વિટર પર વિરેન્દ્ર સહેવાગે કરી મજાક

પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સહેવાગે ટ્વિટર પર બીજી ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોનાં બેટિંગ પ્રદર્શનની મજાક ઉડાવી હતી. જે સમયે જ્યારે ભારતીય ટીમનો સ્કોર 19 રનમાં 6 વિકેટ હતી, ત્યારે સેહવાગે ગેંગ્સ ઓફ વાસેપુરની ફિલ્મનાં એક સીનને ટ્વિટ કરીને લખ્યું હતું કે, ભારતીય બેટ્સમેનોએ પૂરી રીતે આત્મસમર્પણ કરી ચુકી છે. સેહવાગનાં આ ટ્વીટનાં જવાબમાં ચાહકોએ ખૂબ જ રમુજી જવાબો આપ્યા હતા. આ સિવાય બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોનાં નબળા પ્રદર્શનથી ખૂબ જ મઝાક ઉડાવવામા આવી રહ્યો છે.

ભારતીય બેટિંગ પત્તાની જેમ થઇ વેરવિખેર

બીજી ઇનિંગમાં ભારતીય ટીમનો કોઇ પણ બેટ્સમેન બેવડા આંકડાને પણ સ્પર્શ કરી શક્યો નહતો. ટીમનાં ઘણા મોટા નામ ખાતા ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. પૂજારા અને રહાણે કમિંસ અને હેઝલવુડનાં બોલ પર આઉટ થયા હતા. ફરી એક વખત ઓપનિંગ જોડીની નિષ્ફળતા ઉપરાંત, આ વખતે ભારતીય ટીમનો મધ્યમ ક્રમ પણ પત્તાની જેમ વિખેરાઇ ગયો હતો. પ્રથમ ઇનિંગ્સમાં 74 રન બનાવનાર કેપ્ટન કોહલી પણ બીજી ઇનિંગમાં માત્ર 4 રન બનાવીને પેટ કમિન્સનો શિકાર બન્યો હતો.

પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન નહી કરે યાદ

2023 વિશ્વકપ 6 મહિના માટે મુલતવી, જાણો શું છે કારણ

એડિલેડ : ભારત સામે ઓસ્ટ્રેલિયાની હાર બદલ રિકીનું પોઇન્ટીંગ

રાજીવ શુક્લાને મળી શકે છે BCCI તરફથી આ મોટી જવાબદારી

બંદૂકની ગોળીની જેમ બાઉન્ડ્રી પર કૂદીને ગ્લેન મેક્સવેલે આવી રીતે રોક્યો બોલ, જુઓ Video

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો