કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતા પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાતની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે 22 વર્ષથી ભાજપની સરકારે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી છે અને માત્ર મહિલાઓનું શોષણ જ કર્યું છે.સરકાર દ્વારા માત્ર વિકાસના કામો માટે વાયદા કરવામાં આવે છે જે વાયદા પૂરા થતાં નથી.ગુજરાત અને મહારાષ્ટ્રના સબંધો બહુ જ જૂના છે.હજારો ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં વસે છે.ગુજરાત અને મહારાષ્ટ્રની પ્રગતિમાં ઘણો ફેર છે તેમ કહીને પણ સરકાર પણ ચાબખા માર્યા હતા.વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં માત્ર એક જ સત્તાધારી પક્ષ છે તેમ છતાં પણ વિકાસ અને ઉન્નતિમાં ગુજરાત મહારાષ્ટ્રથી કેમ પાછળ છે.દેશમાં ગુજરાતને મોડેલ બતાવી કેન્દ્ર અને રાજય સરકાર પ્રજાને ગેરમાર્ગે દોરે છે.નોટબંધી અને જીએસટીને કારણે દેશનું અર્થતંત્ર નબળું પડ્યું છે.તેમજ ઘણાખરા નાના ઉદ્યોગો પડી ભાંગ્યા છે જેને કારણે લોકોની રોજીરોટી પણ છીનવાઇ ગઇ છે.દેશની સરકાર પ્રજા માટે નહીં પરંતુ માનીતા ઉદ્યોગપતિ માટે જ કામ કરી રહીં છે તેમ પણ જણાવ્યું હતું.70 વર્ષમાં કોંગ્રેસની સરકારે શું કર્યું તે સૌ કોઇ જાણે જ છે અને આ વખતે ખૂબ મોટા પાયે પરિવર્તનની હવા શરૂ થઇ છે.થોડા જ દિવસોમાં જનતાં સરકાર અને બીજેપીને વળતો જવાબ આપવાની છે.બીજપે વિકાસના, ઘર્મ અને જાતિવાદના નામે ગંદી રાજનીતી રમી રહ્યું છે.મહિલાઓની સુરક્ષા અને શિક્ષણ મુદ્દે્ બીજેપી યોગ્ય માન નથી આપી રહ્યું.મહિલાઓની માંગોના અનેક વાયદા બીજેપી ભૂલતી જાય છે.વધુમાં જણાવ્યું હતું કે નલિયાકાંડના આરોપી સામે હજુ પણ કોઇ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.આશાવર્કર અને આંગણવાડીની બહેનો પોતાની પડતર માંગને લઇને વિરોધ કરી રહી છે પરંતુ સરકાર દ્વારા તેમની માંગ સંતોષાય તેવા કોઇ પણ પગલા ભરવામાં આવતા નથી
Not Set/
ભાજપની સરકારે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી છે-કોંગી નેતા પૃથ્વીરાજ ચૌહાણ
કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતા પૃથ્વીરાજ ચૌહાણ ગુજરાતની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે 22 વર્ષથી ભાજપની સરકારે મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી છે અને માત્ર મહિલાઓનું શોષણ જ કર્યું છે.સરકાર દ્વારા માત્ર વિકાસના કામો માટે વાયદા કરવામાં આવે છે જે વાયદા પૂરા થતાં નથી.ગુજરાત અને મહારાષ્ટ્રના સબંધો બહુ જ જૂના […]
