Movie Masala/ શહનાઝ ગિલ અને દિલજીત દોસાંજની હૌસલા રખ ફિલ્મે મચાવી ધમાલ, ત્રણ દિવસમાં કરી આટલી કમાણી

લોકોને શહનાઝ ગિલ અને દિલજીત દોસાંજની ફિલ્મ ‘હૌસલા રખ’ ખૂબ પસંદ આવી છે. ફિલ્મે બમ્પર ઓપનિંગ કરતાં તમામ પંજાબી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા.

Entertainment
દિલજીત

લોકોને શહનાઝ ગિલ અને દિલજીત દોસાંજની ફિલ્મ ‘હૌસલા રખ’ ખૂબ પસંદ આવી છે. ફિલ્મે બમ્પર ઓપનિંગ કરતાં તમામ પંજાબી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા. હૌસલા રખ બોક્સ ઓફિસ પર ત્રણ દિવસમાં વિશ્વભરમાં 17.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા દિલજીત દોસાંજે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે.

આ પણ વાંચો :કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકાનું ટ્રેલર થયું રિલીઝ, દમદાર ભૂમિકામાં જોવા મળ્યો એક્ટર

દિલજીત દોસાંજે શેર કરેલી પોસ્ટમાં આંકડા પણ જણાવવામાં આવ્યા છે, જે મુજબ દશેરાના દિવસે રિલીઝ થયેલી આ ફિલ્મનું પહેલા દિવસે બોક્સ ઓફિસ કલેક્શન 5.15 કરોડ હતું. બીજા દિવસે, ફિલ્મે 5.85 કરોડની કમાણી કરી, જે રવિવારે એટલે કે ત્રીજા દિવસે વધીને 6.50 કરોડ રૂપિયા થઈ ગઈ.

Instagram will load in the frontend.

શહનાઝ ગિલ આ ફિલ્મમાં પહેલી વાર દિલજીત દોસાંજની સામે જોવા મળી રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા જ, શહનાઝના ચાહકોમાં ઘણી ઉત્સુકતા હતી અને અભિનેત્રીએ તેના ચાહકોને નિરાશ કર્યા નથી એમ કહેવું ખોટું નહીં હોય.

આ પણ વાંચો : ફરી એકવાર પડદા પર રામની ભૂમિકા નિભાવશે અરુણ ગોવિલ, અક્ષય કુમારની આ સુપરહિટ ફિલ્મમાં મળશે જોવા

આપણે  જણાવી દઈએ કે, દિલજીત સાથે શહનાઝની આ પહેલી ફિલ્મ છે. દેશભરમાં શહનાઝની લોકપ્રિયતાનો અંદાજ કોરોના સમયગાળા દરમિયાન આ ફિલ્મની અદભૂત કમાણી પરથી લગાવી શકાય છે. અભિનેત્રીના અભિનયની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. શહનાઝ ગિલ પોતાના આગામી ગીત ‘હેબિટ’ ને લઈને પણ ચર્ચામાં છે.

આ પણ વાંચો :એક્ટ્રેસ યુવિકા ચૌધરીની થઈ ધરપકડ, લગાવવામાં આવ્યા છે આ આરોપ

આ પણ વાંચો :રેમો ડિસોઝા તેની ડાન્સ એકેડેમી વહેલી તકે શરૂ કરશે,કોરોનાના લીધે પ્લાન ડિલે થયો

આ પણ વાંચો :બર્થ ડે પાર્ટીમાં હેમા માલિનીએ પતિ ધર્મેન્દ્ર સાથે કર્યું ટ્વિનિંગ, દીકરી ઈશાને ખવડાવી કેક