મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે એનસીપીનાં પ્રમુખ શરદ પવારે એક મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે જ્યારે ભાજપ અને શિવસેનાએ સાથે મળીને મહારાષ્ટ્રની ચૂંટણી લડી હતી, ત્યારે હવે બંનેને કહેવું જોઈએ કે રાજ્યમાં સરકાર કેવી રચાશે? અમે કોંગ્રેસ સાથે ચૂંટણી લડી હતી, તેથી આજે હું કોંગ્રેસ અધ્યક્ષને મળીશ. રાજ્યમાં સરકાર બનાવવાનો કોઇ સવાલ જ નથી. આ ભાજપ અને શિવસેના જાણો.
આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે સંઘર્ષ ચાલી રહ્યો છે. લાંબા સમયથી ચાલતી બબાલ અંગે આજે કોઈ નિર્ણય થઈ શકે છે. શિવસેના-એનસીપી અને કોંગ્રેસ હજી પણ ગઠબંધનની વિચારણા કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ એનસીપીનાં પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે રવિવારે યોજાનારી બેઠક સોમવારે યોજાવાની સંભાવના છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ બંને નેતાઓની બેઠક બાદ જ મહારાષ્ટ્રની નવી સરકાર વિશે નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
શિવસેનાનાં નેતા રાઉતે કહ્યું કે, જૂના એનડીએ અને આજનાં એનડીએ વચ્ચે ઘણું તફાવત છે. અમે એનડીએની રચના કરી અને તેને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો. અમે એનડીએને બચાવીને રાખ્યુ અને તેને તૂટવા દીધું નહી. ન તો ભાજપને છોડ્યુ. આજે ગઠબંધનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે તમારી જાતને ભગવાન માનો છો, તે ઠીક નથી.”
સેનાનાં નેતાએ વધુમાં કહ્યું કે તમે કોઇને પણ પૂછીને અમને એનડીએમાંથી હાંકી કાઠવાની વાતો કરો છો? તમે વરિષ્ઠ નેતાઓને પૂછ્યું? રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે ભાજપનાં ઘમંડને કારણે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
