Not Set/ ગુજરાત/ એકસાથે 5000 વેપારીને સમન્સ, શું છે વેપારીઓનો ગુનો, જાણો કેમ…?

ગુજરાતભરમાં પ હજારથી વધુ વેપારીઓને માહિતી માટે સમન્‍સ પાઠવવાંમાં આવ્યા છે. જેને લઈને વેપારીવર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર માહિતી માટે સમન્સ મોકલવાની વેપારીવર્ગને કોઈ જ જરૂર લગતી નાં હતા. માહિતી નોટીસ કે ઈ મેઈલ દ્વારા પણ માંગી શકાઈ હોત. સીજીએસટી વિભાગના અધિકારીઓએ રાજકોટ સહિત રાજયભરના પ હજાર વેપારીઓને તેમના વેપાર અંગેની સામાન્‍ય […]

Business

ગુજરાતભરમાં પ હજારથી વધુ વેપારીઓને માહિતી માટે સમન્‍સ પાઠવવાંમાં આવ્યા છે. જેને લઈને વેપારીવર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માત્ર માહિતી માટે સમન્સ મોકલવાની વેપારીવર્ગને કોઈ જ જરૂર લગતી નાં હતા. માહિતી નોટીસ કે ઈ મેઈલ દ્વારા પણ માંગી શકાઈ હોત.

સીજીએસટી વિભાગના અધિકારીઓએ રાજકોટ સહિત રાજયભરના પ હજાર વેપારીઓને તેમના વેપાર અંગેની સામાન્‍ય માહિતી માટે એકીસાથે સમન્‍સ પાઠવાતા, વેપારીઓમા ભારે રોષ ફેલાયો છે. વેપારીઓનું કહેવું છે કે અમારી જરૂરી માહિતી નોટીસ કે ઇ-મેઇલથી પણ મંગાવી શકાય છે, એમાં સમન્‍સ પાઠવવાની શું જરૂર છે, સમન્‍સમાં તો વેપારીઓને ફરજીયાત હાજર રહેવું પડે, નાણા-સમયનો ખોટો દૂરઉપયોગ થાય છે.

એસજીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા ખરીદ અને વેચાણની વિગતો મંગાવવા, બિલના પુરાવા, કોની પાસેથી ખરીદી કરી? ટેક્સ ભર્યાના પુરાવા, વેપારીઓએ સુપરત કરેલા ડોકયુમેન્‍ટમાં ખૂટતી માહિતી મેળવવા, તેમજ અન્‍ય બાબતે માહિતી મંગાવવા માટે વેપારીઓને સમન્‍સ આપવામાં આવ્યા છે. આ પ્રકારે માહિતી મંગાવવા માટે સામાન્‍ય પત્રવ્‍યવહાર, રીમાઇન્‍ડર કે નોટીસ આપવાને બદલે સમન્‍સ આપવાને કારણે વેપારીઓમાં ગભરાટ પણ ફેલાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.