આજથી શરૂ થયેલા પવિત્ર શ્રાવણ માસે દેશભરમાં શિવાલયો, હર હર ભોલેનાં નાદથી ગુંજી ઉઠશે. સમગ્ર માસ માટે લોકો ઉપવાસ અને વ્રત પૂજા કરતા હોવાનાં કારણે સામાન્ય દિવસોમાં સુના ભાષતા શિવાલેમાં આજથી માનવ મહેરામણનો સાગર જોવામા આવશે. શિવભક્તોનો શ્રાવણ માસમાં દેશનાં 12 જ્યોતિર્લીંગોનાં દર્શન માટે ભારે ધસારો જોવા મળશે. ત્યારે બાબા બરફાનીનાં દર્શન માટે પ્રતિક્ક્ષા કરી રહેલા ભક્તોની પ્રતિક્ષામાં થોડો વધારો થયો છે.

કાશ્મીર અને સમગ્ર ઉત્તર ભારતમાં ખરાબ હવામાનનાં કારણે પવિત્ર અમરનાથ યાત્રાને તંત્ર દ્વારા 6 ઓગસ્ટ સુધી રોકી દેવામા આવી છે. જો કે, તંત્ર દ્વારા હવામાનને ધ્યાને લઇ યાત્રા મામલે આગળની જાહેરાત સમય અનુસાર કરવામા આવશે તેવી માહિતી આપવામા આવી રહી છે.

દુર્ગમ માર્ગ અને ચાલીને પહાડીનાં રસ્તે અમરનાથ યાત્રા પૂર્ણ કરવામા આવતી હોવાનાં કારણે, મુસાફરો અને ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા આ નિર્ણય લોવામાં આવ્યો છે. હાલ અમરનાથ યાત્રીકોને બાલતાલ અને બેઇઝ કેમ્પમાં રોકી દોવામા આવ્યા છે. તંત્ર દ્વારા યાત્રીકો માટેની તમામ વ્યવસ્તા કરી દેવામા આવી છે. તો યાત્રીકોની સુરક્ષા માટે સેના પણ ખડે પગે જોવામાં આવી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
https://www.facebook.com/mantavyanews/videos/474695386702887/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
