Not Set/ ટેકનોલોજી/ 12 GB રેમ સાથે Tik-Tok એ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન

આજે ચાઇનીઝ એપ ટિક ટોક ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે અને હવે તે ફેસબુકનો હરીફ પણ બની ગઇ છે. આ એપ ચીની ઇન્ટરનેટ કંપની ByteDance ની છે. આ કંપનીએ હવે એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તે એક હાઇ એન્ડ સ્માર્ટફોન છે અને કંપનીએ તેને સ્માર્ટિસન બ્રાન્ડ હેઠળ લોન્ચ કર્યો છે. આ નવા સ્માર્ટફોનનું […]

Uncategorized

આજે ચાઇનીઝ એપ ટિક ટોક ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે અને હવે તે ફેસબુકનો હરીફ પણ બની ગઇ છે. આ એપ ચીની ઇન્ટરનેટ કંપની ByteDance ની છે. આ કંપનીએ હવે એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તે એક હાઇ એન્ડ સ્માર્ટફોન છે અને કંપનીએ તેને સ્માર્ટિસન બ્રાન્ડ હેઠળ લોન્ચ કર્યો છે. આ નવા સ્માર્ટફોનનું નામ Smartisan Jianguo Pro 3 રાખવામાં આવ્યું છે.

Image result for Smartisan Jianguo Pro 3 launch"

ટિક ટોકની Smartisan Jianguo Pro 3  માં Qualcomm નું ફ્લેગશિપ પ્રોસેસર Qualcomm Snapdragon 855 Plus આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોનમાં 12GB રેમ સાથે 256GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવેલ છે. ફોનમાં ચાર રીઅર કેમેરા આપવામાં આવ્યા છે. Smartisan Jianguo Pro 3  માં 6.39 ઇંચનું ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે છે અને તે એચડી પ્લસ છે. ફોનમાં ચાર રીઅર કેમેરા છે અને સેલ્ફી માટે સિંગલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Image result for Smartisan Jianguo Pro 3 launch"

કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, પ્રાઇમરી લેન્સ 48 મેગાપિક્સલનો છે અને તે Sony IMX586 સેન્સર છે. બીજો લેન્સ 13 મેગાપિક્સલનો છે અને વાઇડ એંગલ છે, ત્રીજો લેન્સ 8 મેગાપિક્સલનો છે અને તે ટેલિફોટો છે અને ચોથો લેન્સ 5 મેગાપિક્સલનો છે જે માઇક્રો શોટ્સ માટે આપવામાં આવેલ છે.

Image result for Smartisan Jianguo Pro 3 launch"

આ સ્માર્ટફોનમાં બેઝલ લેસ ડિસ્પ્લે અને ફ્રન્ટમાં ટિયર ડ્રોપ નોચ આપવામાં આવેલ છે. આ સ્માર્ટફોનમાં 4,000 એમએએચની બેટરી છે અને તે 18 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનને ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બેઝ વેરિયન્ટમાં 8 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ છે, બીજા વેરિયન્ટમાં 8 જીબી રેમ સાથે 256 જીબી રેમ છે અને ત્રીજા વેરિએન્ટમાં 12 જીબી રેમ સાથે 256 જીબી મેમરી આપવામા આવેલ છે. તેની કિંમતની વાત કરીએ તો અંદાજે 29 હજાર રૂપિયા શરૂઆતી છે. અત્યારે તે સ્પષ્ટ નથી થયું કે તે ભારતમાં લોન્ચ થશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.