Not Set/ સારા અલી ખાનને છોડી આ નવી એક્ટ્રેસના પ્રેમમાં ડૂબ્યા કાર્તિક આર્યન, થયો ખુલાસો

મુંબઇ, છેલ્લા 2 મહિનાથી બોલિવૂડમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી  હતી. ત્યારથી સારાએ  કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ માં આ ખુલ્લા કર્યો કે તે કાર્તિકને ડેટ કરવા ઇચ્છા છે. ત્યારથી જ દરેક બંનેને સાથે જોવા માટે આતુર હતા. એક એવોર્ડ શોમાં તો રણવીર સિંહે બંનેના હાથના હાથ જ […]

Uncategorized

મુંબઇ,

છેલ્લા 2 મહિનાથી બોલિવૂડમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી  હતી. ત્યારથી સારાએ  કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ માં આ ખુલ્લા કર્યો કે તે કાર્તિકને ડેટ કરવા ઇચ્છા છે. ત્યારથી જ દરેક બંનેને સાથે જોવા માટે આતુર હતા. એક એવોર્ડ શોમાં તો રણવીર સિંહે બંનેના હાથના હાથ જ એક બીજાના હાથમાં આપી દીધા. માનવામાં આવે છે કે બંને જલ્દી જ સાથે જોવા મળી શકે છે. પરંતુ હવે આવા સમાચાર સામે આવી છે જેનાથી બંનેના ફેન્સ નિરાશ થઈ શકે છે અને સારાને ઝટકો લાગી શકે છે. અહેવાલોનું માનવામાં આવે તો કાર્તિક આ દિવસો કોઈ અન્ય એક્ટરની દીકરીના પ્રેમમાં ડૂબ્યા છે.

અનન્યા પાંડેને ડેટ કરી રહ્યા છે કાર્તિક…

જી હા, ‘સોનુ કી ટીટુ કી સ્વીટી’ ફેમ કાર્તિક આર્યનનું નામ આ દિવસોમાં ચંકી પાન્ડેની દીકરી અનન્યા પાંડે સાથે જોડાય રહ્યું છે. જે ટૂંક સમયમાં કરણ જોહરની નવી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર -2’થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. છેલ્લા થોડા દિવસોથી કાર્તિક આર્યન અને અનન્યા પાંડે વારંવાર એક સાથે જોયા મળી રહ્યા છે. આ બંને ક્યારેય ડિનર તો ક્યારેય મૂવી ડેટના બહાને એક સાથે દેખાય રહ્યા છે. મળતી માહિતી અનુસાર કાર્તિક આર્યન અને અનન્યા પાંડે એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ બોલિવૂડનું લેટેસ્ટ કપલ છે.

Image result for kartik aaryan sara ali khan annyaa pande

વાત કરવામાં આવે અનન્યા પાંડેની તો અનન્યા બોલિવૂડમ પોતાની કિસ્મત આજમવા માટે તૈયાર છે. અનન્યા ફિલ્મ  ‘સ્ટુડન્ટ ઓફ ધ યર -2’થી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં અનન્યા બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ સાથે જોવા મળશે છે.