Not Set/ વન ડે રેકિંગમાં ભારતનો ડંકોઃ બેટિંગમાં વિરાટ અને બોલિંગમાં બુમરાહ અવ્વલ સ્થાને

ટીમ ઇન્ડિયાના સૂકાની વિરાટ કોહલી અને બોલિંગમાં ટીમનું મજબૂત પાસું બનેલા જસપ્રીત બુમરાહએ આઇસીસી મેન્સ વન ડે રેકિંગમાં પ્રથમ સ્થાન યથાવત રાખ્યું છે વિરાટ કોહલી 890 અંક સાથે બેટિંગમાં પ્રથમ સ્થાને છે તો ઓપનર રોહિત શર્મા બીજા સ્થાને છે અને બોલિંગના રેકિંગમાં કુલદીપ યાદવ, સાતમાં તથા યુજર્વેંદ્ર ચહલ 8માં સ્થાને છે. જ્યારે આઇસીસી વન ડે […]

Uncategorized

ટીમ ઇન્ડિયાના સૂકાની વિરાટ કોહલી અને બોલિંગમાં ટીમનું મજબૂત પાસું બનેલા જસપ્રીત બુમરાહએ આઇસીસી મેન્સ વન ડે રેકિંગમાં પ્રથમ સ્થાન યથાવત રાખ્યું છે વિરાટ કોહલી 890 અંક સાથે બેટિંગમાં પ્રથમ સ્થાને છે તો ઓપનર રોહિત શર્મા બીજા સ્થાને છે અને બોલિંગના રેકિંગમાં કુલદીપ યાદવ, સાતમાં તથા યુજર્વેંદ્ર ચહલ 8માં સ્થાને છે.

જ્યારે આઇસીસી વન ડે રેકિંગમાં ભારતને 120ના રેટિંગ બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. તો ઇંગ્લેંડને  123 અંક સાથે પ્રથમ સ્થાન મળ્યું છે. અને ઓસ્ટ્રેલિયા સામે  5-0થી સીરીઝ ગુમાવનાર પાકિસ્તાન  97માં સ્થાને છે.

છેલ્લા થોડા સમયથી સારું પ્રદર્શન ન કરનાર શિખર ધવન રેકિંગમાં ટોપ -10માંથી બહાર છે. મહેન્દ્ર સિંહ ધોનીને પણ  21મું રેન્કિંગ મળ્યું છે.  તો ઓલ રાઉન્ડરમાં ભારતમાંથી કોઈ ખેલાડીને સ્થાન નથી મળ્યું.