Not Set/ 26 જાન્યુઆરી: બોલિવૂડમાં જોવા મળી દેશભક્તિ, તિરંગો લહેરાતા જોવા મળ્યો વિકી કૌશલ

મુંબઇ, દેશભરમાં આજે  26 મી જાન્યુઆરીએ 70 મી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે રાજપથ અને રિપબ્લિક ડે પરેડ ખાસ આકર્ષણ હોય છે. સોશિઅલ મીડિયા પર પણ દેશભક્તિનો વેગ જોવા મળી રહ્યો છે. સોશિઅલ મીડિયા પર બોલિવૂડ સેલિબ્રિટી પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ આપી રહ્યા છે વિકી કૌશલથી લઈને કપિલ શર્મા સુધીના દરેક વ્યક્તિએ […]

Uncategorized

મુંબઇ,

દેશભરમાં આજે  26 મી જાન્યુઆરીએ 70 મી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે રાજપથ અને રિપબ્લિક ડે પરેડ ખાસ આકર્ષણ હોય છે. સોશિઅલ મીડિયા પર પણ દેશભક્તિનો વેગ જોવા મળી રહ્યો છે. સોશિઅલ મીડિયા પર બોલિવૂડ સેલિબ્રિટી પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ આપી રહ્યા છે વિકી કૌશલથી લઈને કપિલ શર્મા સુધીના દરેક વ્યક્તિએ દેશ માટેનો તેમનો પ્રેમ ટ્વિટ કરી વ્યક્ત કર્યો છે.

અભિનેતા વિકી કૌશલે સોશિઅલ મીડિયા પર તિરંગો હાથમાં લઈને એક ફોટો પોસ્ટ કર્યો કર્યો છે. તેમણે કૅપ્શન્સ પણ લખ્યું – ઝંડા ઉંચા રહે હમારા,હેપ્પી રિપબ્લિક ડે જય હિન્દ! આ ફોટા સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ફોટોમાં વિકી ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, વિકી ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ માં જોવા મળ્યો હતો. તેની ફિલ્મે બોક્સ ઑફિસ ધમાલ મચાવી અને આ ફિલ્મ વર્ષની પહેલી 100 કરોડ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

https://twitter.com/ActorMadhavan/status/1088995028062687234

કોમેડિયન કપિલ શર્માએ ટ્વીટ કરી લોકોને રિપબ્લિક ડેની સુભેચ્છા આપી. તેમણે ટ્વીએ કરી લખ્યું – તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની ખુબ જ શુભકામનાઓ. જય હિન્દ.જયારે  અભિનેત્રી સ્વરા ભાસ્કરએ પણ ટ્વિટર પર લખ્યું – આજે રિપબ્લિક ડે છે. સ્વાતંત્ર્ય દિન નથી!!!! આજે 26 મી જાન્યુઆરી, 1950 ના રોજ અમારું બંધારણ અમલમાં આવ્યું હતું. ઑગસ્ટ 15, 1947 ના રોજ સ્વતંત્રતા મળી હતી!

અભિનેતા આર માધવનએ પણ ટ્વિટ કર્યું છે. તેઓ બધાને પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી છે. આપને જણાવી દઈએ કે માધવન આજકાલ તેમના અલગ પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. તેઓ ‘રોકેટ્રી દી નાંબી ઈફેક્ટ’ માં 77 વર્ષના ISRO ના વૈજ્ઞાનિક નાંબી  નારાયણનની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનો પહેલો લોક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. આમાં, માધવનના લૂકની ખૂબ જ પ્રશંસા કરવમાં આવી છે.