સાઉથના ફેમસ એક્ટર કમલ હાસનની દીકરી અને એક્ટ્રેસ શ્રુતિ હાસન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. શ્રુતિએ સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવી છે. ઈન્સ્ટાગ્રામ પર શ્રુતિ હાસનને 18 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. હાલમાં જ શ્રુતિ હાસનનો એક એવો વીડિયો વાયરલ થયો છે, જેને જોઈને તેના ફેન્સ હસવાનું રોકી શક્યા નથી. શ્રુતિએ આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.
આ પણ વાંચો :પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમને પદ્મશ્રી, પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કરાઇ જાહેરાત
વીડિયો શેર કરતાં શ્રુતિએ લખ્યું, ‘મને ઈન્સ્ટાગ્રામ પર આ શાનદાર વસ્તુઓ ગમે છે, અને હું સૌથી શાનદાર છું.’ આ વીડિયોમાં શ્રુતિ હાસન ચોકલેટ કેક ખાતી જોવા મળી રહી છે, ત્યારબાદ તે પોતાના દાંત બતાવે છે, જેને જોઈને પહેલા તો એવું લાગે છે કે શ્રુતિને દાંત નથી, હકીકતમાં ચોકલેટના કોટિંગને કારણે શ્રુતિના દાંત ઢંકાઈ ગયા છે. શ્રુતિ હાસનનો વીડિયો જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થઈ રહ્યા છે અને કોમેન્ટ્સમાં સ્માઈલી શેર કરી રહ્યાં છે.
https://www.instagram.com/reel/CZMB0EXhMV3/?utm_source=ig_web_copy_link
એક યુઝરે લખ્યું, ‘શ્રુતિ હાસન, તમારા દાંત પહેલેથી જ ગાયબ થઈ ગયા છે.’ શ્રુતિ એક સફળ અભિનેત્રી હોવાની સાથે ગાયિકા પણ છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. વર્ષ 2009માં આવેલી ફિલ્મ લક તેની પ્રથમ બોલિવૂડ ફિલ્મ હતી. તે ડી-ડે, રમૈયા વસ્તાવૈયા, એક્શન ફિલ્મ ગબ્બર ઈઝ બેક જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.
આ પણ વાંચો :બિગ બોસ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને આપવામાં આવશે શ્રદ્ધાંજલિ, શહનાઝ ગિલ મળશે જોવા
આ પણ વાંચો : અનુપમ ખેરની માતા દુલાઈ બાઈએ પીએમ મોદીને આપ્યા આશીર્વાદ, કહ્યું- સુરક્ષા ન રાખો, અમે તમારી સાથે છીએ
આ પણ વાંચો :મૌની રોયની હલ્દી સેરેમનીની પહેલી તસવીર આવી સામે તમે પણ જોઈ લો