Not Set/ સુશાંતસિંહ રાજપુતે ડાયરેક્ટર સંજયપૂર્ણસિંહ ની બહુચર્ચિત ફિલ્મ “ચંદા મામા દૂરકે” અંતે છોડી દીધી છે

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે ડાયરેક્ટર સંજયપૂર્ણસિંહ ચૌહાણની બહુચર્ચિત ફિલ્મ ચંદા મામા દૂરકે અંતે છોડી દીધી છે. સુંશાત આ ફિલ્મમાં એક એસ્ટ્રોનોટની ભૂમિકા ભજવવાનો હતો અને આ માટે તેણે તૈયારી પણ કરી લીધી હતી. ફિલ્મ માટે સુશાંત ઓગસ્ટમાં અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસામાં ખાસ ટ્રેનિંગ માટે પણ ગયો હતો. આ પહેલા ફિલ્મ પ્રોડ્યુસર વિકી રજાનીએ એક ફોટો […]

Entertainment
sushant singh rajput announces entrepreneurial debut innsaei 759 સુશાંતસિંહ રાજપુતે ડાયરેક્ટર સંજયપૂર્ણસિંહ ની બહુચર્ચિત ફિલ્મ "ચંદા મામા દૂરકે" અંતે છોડી દીધી છે

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે ડાયરેક્ટર સંજયપૂર્ણસિંહ ચૌહાણની બહુચર્ચિત ફિલ્મ ચંદા મામા દૂરકે અંતે છોડી દીધી છે. સુંશાત આ ફિલ્મમાં એક એસ્ટ્રોનોટની ભૂમિકા ભજવવાનો હતો અને આ માટે તેણે તૈયારી પણ કરી લીધી હતી. ફિલ્મ માટે સુશાંત ઓગસ્ટમાં અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસામાં ખાસ ટ્રેનિંગ માટે પણ ગયો હતો.

આ પહેલા ફિલ્મ પ્રોડ્યુસર વિકી રજાનીએ એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો જેમાં સુશાંત સ્પેસ શૂટમાં જાવા મળ્યો હતો. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે અભિનેતા સુશાંતે આ ફિલ્મથી છેડો ફાડી દીધો છે. ડાયરેક્ટર સંજયે જણાવ્યુ કે, સતત શુટિંગમાં થઈ રહેલ વિલંબના કારણે સુશાંતે આ ફિલ્મ છોડી દીધી છે.

એક અગ્રણી સમાચાર પત્ર સાથે વાતચીત દરમિયાન સંજયે જણાવ્યુ કે, આ એક એવી બોલીવુડ ફિલ્મ હશે જે અત્યાર સુધી કોઈએ નહીં જાઈ હોય. સુશાંતે આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી હતી પરંતુ શુટિંગમાં થઈ રહેલ વિલંબના કારણે તેણે આ ફિલ્મ છોડી દીધી છે. જાકે સંજયે સ્પષ્ટ નથી કર્યુ કે સુશાંતે ફિલ્મ છોડ્યા બાદ હવે કોઈ નવા અભિનેતાને લેવામાં આવશે કે પછી આ પ્રોજેક્ટ પડતો મુકાશે.