Not Set/ ‘ભાગેગા કોરોના’ નાં સિંગર નિરહુઆ કોરોના પોઝિટિવ

ભોજપુરી ફિલ્મનાં સ્ટાર નિરહુઆ અને તેના બે સ્ટાફ સભ્યો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મનાં નિર્દેશક પદમસિંહે આ સમાચારની પુષ્ટિ કરી છે.

Entertainment
mmata 69 'ભાગેગા કોરોના' નાં સિંગર નિરહુઆ કોરોના પોઝિટિવ

ભોજપુરી ફિલ્મનાં સ્ટાર નિરહુઆ અને તેના બે સ્ટાફ સભ્યો કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મનાં નિર્દેશક પદમસિંહે આ સમાચારની પુષ્ટિ કરી છે. મળતી માહિતી પ્રમાણે નિરહુઆ અને તેની ટીમ બાંદાનાં એક ગ્રામીણ વિસ્તારમાં નિયમોની અવગણના કરી શૂટિંગ કરી રહ્યા હતા અને છેલ્લા ઘણા દિવસોથી આ શૂટિંગ ચાલુ હતું.

નિરહુઆ સિવાય અન્ય બે સ્ટાફ સભ્યો જે કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેમા એક કેમેરામેન છે અને બીજો એક સહાયક છે. નિરહુઆની જે ફિલ્મનું શૂટિંગ બાંદામાં ચાલી રહ્યુ હતુ તેનુ નામ ‘સબકા બાપ અંગૂઠા છાપ’ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા નિરહુઆએ તાજેતરમાં જ આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન એક વીડિયો શેર કર્યો હતો, જે જોરદાર વાયરલ થયો હતો. વીડિયોમાં લગ્ન જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. સેટ પણ કઇક આવો જ હતો અને ગ્રુપમાં ઘણી મહિલાઓ સાથે બેઠેલી હતી. આ વીડિયોમાં ન તો કોઈએ માસ્કનો ઉપયોગ કર્યો હોય તેવુ દેખાઇ રહ્યુ છે અને ન કોઈએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું છે. વીડિયોમાં નિરહુઆ ઢોલ પર ધૂમ મચાવતો જોવા મળ્યો હતો અને તેની સાથે બેઠેલી મહિલાઓ તાળીઓ પાડી રહી હતી. ત્યાં કેટલીક મહિલાઓ નિરહુઆનાં ઢોલક પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઇએ કે, નિરહુઆ ઉર્ફે દિનેશ લાલ યાદવ છેલ્લા ઘણા દાયકાઓથી ભોજપુરી સિનેમામાં કામ કરી રહ્યો છે. નિરહુઆ હિન્દુસ્તાની, નિરહુઆ રિક્ષાવાલા, નિરહુઆ રિક્ષાવાળા 2, નિરહુઆ હિન્દુસ્તાની 2, જય વીરુ, સિપાહી અને નિરહુઆ ચલલ લંડન તેની કેટલીક સફળ ફિલ્મો છે. નિરહુઆ એક્ટિંગ ઉપરાંત ગાયન, નિર્માણ અને રાજકીય કોરિડોરમાં પણ સક્રિય રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ