Not Set/ બેંગલુરુનાં સાગર હોસ્પિટલનાં વોર્ડમાં ફેલાયો ધુમાડો, ફાયર વિભાગે કહ્યુ આગની કોઇ સૂચના નથી

તમારી તબિયત વધુ ખરાબ હોય ત્યારે હોસ્પિટલમાં દાખલ થવાની ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે, અને તમે પણ આ સલાહને માની લો છો. પરંતુ જ્યા તમે સારવાર માટે આવ્યા હોવ તે હોસ્પિટલમાં આગ લાગી જાય કે પછી ધૂમાડો નિકળવા લાગે તો તમે શું કરશો, વાંચીને થોડી નવાઇ લાગશે પણ આવી જ એક ઘટના બેંગલુરુનાં હોસ્પિટલમાં […]

India

તમારી તબિયત વધુ ખરાબ હોય ત્યારે હોસ્પિટલમાં દાખલ થવાની ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવે છે, અને તમે પણ આ સલાહને માની લો છો. પરંતુ જ્યા તમે સારવાર માટે આવ્યા હોવ તે હોસ્પિટલમાં આગ લાગી જાય કે પછી ધૂમાડો નિકળવા લાગે તો તમે શું કરશો, વાંચીને થોડી નવાઇ લાગશે પણ આવી જ એક ઘટના બેંગલુરુનાં હોસ્પિટલમાં ઘટી છે.

આપને જણાવી દઇએ કે, કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સાગર હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ બાદ યુપીએસ રૂમમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થઇ ગયો હતો. આગની જાણ થતાં જ હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના સ્થળેથી દર્દીઓને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અંગે ફાયર વિભાગનું કહેવુ છે કે હોસ્પિટલમાં આગની કોઇ સૂચના નથી. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.