Jamnagar News : જામનગરના ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક વિસ્તારમાં આવેલા એક બંધ રહેણાંક મકાનને ચોરોએ નિશાન બનાવીને મકાન અંદરથી 10 તોલા સોનું અને 1.15 લાખની રોકડ રકમ ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મકાન માલિક ભાણેજના લગ્નમાં બહારગામ ગયા હતા, પાછળથી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. 10 તોલા સોનાની કિંમત અંદાજે 8,89,600 રૂપિયા હોય શકે છે.
મળતી માહિતી અનુસાર, આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક સોસાયટીમાં રહેતા પ્રફુલભાઈ રમણીકભાઈ ચૌહાણ કે જેઓ ગત 16મી તારીખે પોતાના મકાનને તાળું મારીને ગઢડા ગામે પોતાના ભાણેજના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, ત્યાંથી તેઓ પરત ફર્યા, ત્યારે તેઓના મકાનમાં ચોરી થઈ ગઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

વધુમાં જાણવા મળ્યુ કે, તસ્કરોએ બંધ મકાનના દરવાજાના તાળા નકુચા તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો અને રૂમમાં રહેલા કબાટના લોક તોડી તિજોરી વગેરેમાંથી આશરે 10 તોલા સોનું જેમાં સોનાનું બિસ્કીટ, પેન્ડલ,બંગડી, વીટી, હાર સહિતના ઘરેણા ઉપરાંત રૂપિયા એક લાખ પંદર હજારની રોકડ રકમ સહિતની માલમતા ચોરી કરી લઈ ગયા હતા.
મકાનમાલિક દ્વારા આ મામલે સીટી C ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તસ્કરોને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા પણ દોડધામ શરૂ કરવામાં આવી છે.
@ સાગર સંઘાણી
આ પણ વાંચો:સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા
આ પણ વાંચો:ગૌ સેવકોએ ગાયો ભરેલો ટ્રક પકડ્યો, કતલખાને જતી આઠ ગાયો અને બે વાછરડાનાં બચાવ્યા જીવ
આ પણ વાંચો:મારુતિ કારમાં કચરાની જેમ ભરીને લઈ જઈ રહ્યો હતો 6 ગોવંશ,લોકોએ યુવકને માર્યો ઢોર માર
