અછત/ સુરતની સિવિલમાં ઓક્સિજન ટેન્કમાં બરફ જામ્યો

સુરતમાં ઓક્સિજન ટેન્કમાં બરફ જામ્યો

Surat

કોરોનાના લીધે સુરતમાં ભયંકર હાલત છે, નવા કોરોના સંક્રમણના કેસો ખુબ વધી રહ્યા છે, અને મૃત્યુદર પણ વધી રહ્યો છે. કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના લીધે 10 લોકોના મોત થયા છે. બે દિવસથી આ સમસ્યા વધુ વિકટ બની છે.

છેલ્લા બે દિવસમાં ઓક્સિજનની અછતના લીધે 10 લોકોના માેત નિપજ્યાં છે. નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસોનો ભારણ દિનપ્રતિદન વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન મેળવવું પણ ખુબ કઠિન થઇ ગયું છે. છેલ્લા બે દિવસથી ઓક્સિજનની અછત જોવા મળે છે.

સિવિલ હોસ્પિટલમા ઓક્સિજનની તંગીના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કોરોનાના દર્દીઓને શ્વાસ લેવામાં ખુબ તકલીફ પડી રહી છે ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત જોવા મળી હતી .

નવી હોસ્પિટલના આરએમઓ કહે  છે  કે કોવિડ હોસ્પિટલમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના સંક્રમણના કેસો ખુબ વધી રહ્યાં છે જયારે ઓક્સિજન ટેન્કમાં બરફ જામી ગયો હતો તે સમસ્યાનો સત્વરે નિરાકરણ કર્યું હતું. ઓક્સિજનના લીધે 10 લોકોના મોત થયાં છે તે પાયાવિહોણી વાત છે.