સુરત,
સુરતના રિંગરોડ પર આવેલા કાપડ બજારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ધોળા દિવસે ચોરીની ઘટના બનતા સમગ્ર બજારમાં ચકચાર મચી જવા પામી હતી.

દુકાનદારો પહેલાથી મંદીનો માર સહી રહ્યા છે ત્યારે તસ્કરો તરખાટથી વેપારીઓ ત્રાસી ગયા છે. તો બીજી બાજુ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે પહેલા એક ચોર આવીને દુકાનની બહાર પડેલા સામાનની અને દુકાનની રેકી કરે છે પછી મોકો મળતા દુકાનની બહાર પડેલો સામાન લઈ ફરાર થઈ જાય છે.
