Not Set/ તો, હું કિમ જોંગ સાથેની ચાલુ મીટીંગ છોડીને જતો રહીશ : ડોનાલ્ડ ટ્રમ્પ

 વોશિંગ્ટન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરીયાના નેતા કિમ જોંગ ઉન સાથે યોજાનાર દ્વિપક્ષીય બેઠકને લઈને આશાવાદી છે. પરંતુ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યુ છે કે આ બેઠક અપેક્ષા મુજબ નહીં રહે તો ચાલુ બેઠકે હું ઉભો થઈ જઈશ. ટ્રમ્પે જણાવ્યુ હતું કે કોરીયન ટાપુમાં નિઃશસ્ત્રીકરણ  અંગે ચર્ચા કરવા હું કિમ જોંગ ઉન સાથે મુલાકાત […]

World
8815160 3x2 તો, હું કિમ જોંગ સાથેની ચાલુ મીટીંગ છોડીને જતો રહીશ : ડોનાલ્ડ ટ્રમ્પ
 વોશિંગ્ટન,
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરીયાના નેતા કિમ જોંગ ઉન સાથે યોજાનાર દ્વિપક્ષીય બેઠકને લઈને આશાવાદી છે. પરંતુ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યુ છે કે આ બેઠક અપેક્ષા મુજબ નહીં રહે તો ચાલુ બેઠકે હું ઉભો થઈ જઈશ. ટ્રમ્પે જણાવ્યુ હતું કે કોરીયન ટાપુમાં નિઃશસ્ત્રીકરણ  અંગે ચર્ચા કરવા હું કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરવા માટે તૈયાર થયો છું. ટ્રમ્પે ફ્લોરીડામાં જાપાનના વડાપ્રધાન શિંજા આબે સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યુ હતું કે જા મને એવુ લાગશે કે આ બેઠક સફળ થાય તેમ નથી તો હું અધવચ્ચેથી બેઠક છોડી દઈશ. તેમણે જણાવ્યુ હતું કે જા બેઠકનુ કોઈ પરિણામ જ ન નીકળવાનુ હોય તો પછી સમય બગાડવાનો કોઈ મતલબ નથી.  આવી સ્થિતિમાં હું ચાલુ બેઠકો ઉભો થઈ જઈશ અને એ જ કરીશ કે અત્યારે જે કરી રહ્યો છું.
આ પહેલા ટ્રમ્પે જણાવ્યુ હતું કે મહિનાના અંતમાં  અથવા જુન મહિનાની શરુઆતમાં કિમ જોંગ ઉન સાથે મુલાકત થઈ શકે છે. બન્ને દેશોના નેતાઓ વચ્ચે બેઠક માટે પાંચ અલગ અલગ સ્થળો અંગે ચર્ચા થઈ રહી છે. જાકે આ પાંચમાંથી એકપણ સ્થળ અમેરિકામાં નથી. ટ્રમ્પે જણાવ્યુ હતું કે જા આ બેઠક સફળ રહેશે તો દુનિયા માટે અદ્‌ભૂત હશે, આશા રાખુ છું કે બેઠક સફળ થાય. આ માટે હું ઉત્સાહિત પણ છું.  જો બેઠક સફળ રહેશે તો કોરીયન ટાપુ પર સુરક્ષા, સ્મૃદ્ધિ અને શાંતિ સ્થપાશે.  તેમણે જણાવ્યુ હતું કે કિમ સાથેની આ બેઠકમાં હું ઉત્તર કોરીયામાં કેદ કરાયેલ ૩ અમેરિકન નાગરીકોને મુક્ત કરવાનો મુદ્દો પણ ઉઠાવીશ. ટ્રમ્પે ઉ.કોરીયા મુદ્દે સહયોગ આપવા માટે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની પ્રશંસા કરી હતી.