Not Set/ સુંદર દેખાવવાનાં ચક્કરમાં આ મહિલાઓએ કર્યુ કંઇક એવુ કે આજે દેખાય છે ડરામણી

વિશ્વની દરેક સ્ત્રી સુંદર દેખાવા માંગે છે. પરંતુ ઘણી વખત લોકો આ માટે હદ પાર કરી જાય છે. સુંદર દેખાવ માટે ઘણા લોકો પ્લાસ્ટિક સર્જરી પણ કરવાનું ટાળતા નથી. આવી સ્થિતિમાં લોકોનો ચહેરો બગડી પણ શકે છે. આજે અમે તમને દુનિયાની એ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પહેલાથી જ સુંદર હતી. પરંતુ તેનું […]

World
women looks scary સુંદર દેખાવવાનાં ચક્કરમાં આ મહિલાઓએ કર્યુ કંઇક એવુ કે આજે દેખાય છે ડરામણી

વિશ્વની દરેક સ્ત્રી સુંદર દેખાવા માંગે છે. પરંતુ ઘણી વખત લોકો આ માટે હદ પાર કરી જાય છે. સુંદર દેખાવ માટે ઘણા લોકો પ્લાસ્ટિક સર્જરી પણ કરવાનું ટાળતા નથી. આવી સ્થિતિમાં લોકોનો ચહેરો બગડી પણ શકે છે. આજે અમે તમને દુનિયાની એ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પહેલાથી જ સુંદર હતી. પરંતુ તેનું મન સંતુષ્ટ નહોતું. જેના કારણે તેણે તેની સુંદરતા વધારવા માટે સર્જરી કરવાનું નક્કી કર્યું હતું અને હવે તેનો ચહેરો જેવો લાગે છે તે જોઇ તમે ચોંકી જશો.

ડોનાટેલા

Image result for donatella before and after

ડોનાટેલાનું નામ ઇટાલિયન પ્રખ્યાત ડિઝાઇનરોમાં ખૂબ પ્રખ્યાત છે. તેણે ઘણી સર્જરી કરીને પોતાનો ચહેરો બગાડ્યો છે. જો કે, કેટલાક લોકો કહે છે કે તેના ભાઇએ અત્તર લોંચ કર્યું હતું. જેનો ઉપયોગ કરવાનાં કારણે તેને રિએક્શન થયુ અને તેનો ચહેરો બગડી ગયો. જો કે, સત્ય શું છે તે કોઈને ખબર નથી.

લિસા રીના

Image result for lisa rinna before and after

આ એક્ટ્રેસે 80 નાં દાયકામાં તેની હોઠની સર્જરી કરાવી હતી. તે સમયે તેના ચહેરાની સુંદરતા વધી ગઈ હતી. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેનો ચહેરો બગડતો ગયો. તેના હોઠ પહેલા કરતા ઘણા મોટા થવા લાગ્યા. જેના કારણે તેને ફરીથી હોઠની સર્જરી કરાવવી પડી. આ પછી, તેના ચાહકોએ અચાનક તેને તેના વધેલા સ્તન સાથે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તે બહાર આવ્યું હતું કે તેણે તેના સ્તન માટે સર્જરી કરાવી હતી.

લિલ કિમ

Image result for lil kim before and after

હોલીવુડ અભિનેત્રી લિલ કિમે ઘણી વખત તેના ચહેરા અને હોઠ પર સર્જરી કરાવી હતી. જેના કારણે તેનો ચહેરો ઘણો બગડી ગયો છે. તેનો ચહેરો એકદમ ડરામણો બની ગયો છે જેના કારણે તે ક્યારેક જ જાહેરમાં જોવા મળે છે.

ફરહા અબ્રાહમ

Related image

ઘણા રિયલ્ટી શોમાં  દેખાઈ ચુકેલી ફરહાન વ્યવસાયે સંગીતકાર છે. તેણે તેની સુંદરતા વધારવા માટે તેના નાક અને હોઠ પર સર્જરી કરાવી હતી. આ દરમિયાન તેનો ચહેરો વધુ બગડ્યો હતો. જ્યારે તેને સુધારવા માટે તેણે ફરીથી સર્જરી કરાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ડોક્ટરોએ ના પાડી. તેમણે વ્યાવસાયિક ડોકટરોની અવગણના કરી અને અન્ય ડોકટરોની સલાહ લીધી અને એક પછી એક બે સર્જરી કરાવી. આનાથી તેનો ચહેરો એટલો ખરાબ થઈ ગયો કે હવે લોકો તેને જોઈને ડરી જાય છે.

મેલાની ગ્રિફિથ

Related image

આ અભિનેત્રીએ તેના હોઠ, ગાલ, કપાળ અને આંખો પર સર્જરી કરાવી હતી. પરંતુ સર્જરી પછી સુંદર દેખાવાને બદલે મેલાનીની આંખો બિલાડી જેવી થઇ ગઇ હતી. તેના હોઠ પણ ખરાબ દેખાવા લાગ્યા. હવે મેલાની જાહેરમાં આવતા પોતાને રોકે છે.

જોસલિન વાઇલ્ડસ્ટીન

Image result for Jocelyn Wildenstein before and after

જોસલિન ત્યારે ચર્ચામાં આવી કે જ્યારે તેણીનો ચહેરો બિલાડી જેવો થઇ ગયો હતો. જણાવી દઇએ કે, જોસલિન બિલાડી પ્રેમી છે. તેઓ કેટ વુમન બનવુ હતુ. તે ઇચ્છતા હતા કે તેમનો ચહેરો બિલાડીઓ જેવો હોય. આ માટે, તેણે એક કે બે નહીં, કુલ અગિયાર સર્જરી કરાવી. આનાથી તેનો ચહેરો ડરામણો થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.