New Delhi News: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી(Sonia Gandhi)એ સોશિયલ મીડિયા પર પોતાના જીવનમાં ભોજનના સ્થાન વિશે દિલચસ્પ વાત શેર કરી છે. તેમણે લખ્યું કે ભારત તેમની પાસે ભોજન મારફતે આવ્યું અને હવે દાળ-ચાવલ(Dal Chawal) તેમના માટે ઘરનો સ્વાદ છે.
સોનિયા ગાંધીએ પોસ્ટમાં લખ્યું હતું કે, “મારી જીવનકથામાં ખોરાકનું હંમેશા એક વિશેષ સ્થાન રહ્યું છે. એક સારા ભોજનની શોધમાં હતી ત્યારે જ હું રાજીવને મળી અને મને તેના પ્રત્યે પ્રેમ થઈ ગયો.” આ રીતે તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી(Rajiv Gandhi) સાથેની પ્રથમ મુલાકાતને ભોજન સાથે જોડી હતી. તેમની પ્રેમકથા 1965માં ઇંગ્લેન્ડના કેમ્બ્રિજમાં એક નાની ગ્રીક રેસ્ટોરન્ટથી શરૂ થઈ હતી.
Sonia Gandhi : ભારતના સ્વાદે આશ્ચર્ય પણ આપ્યું અને ડરાવ્યા પણ
તેમણે આગળ લખ્યું કે વર્ષો પછી ભારત પણ એક પછી એક ભોજનના માધ્યમથી તેમની પાસે આવ્યું. શરૂઆતમાં અહીંની વિવિધતાએ તેમને આશ્ચર્યચકિત કરી દીધા અને મસાલાએ ડરાવી પણ દીધા. હવે ‘દાળ-ચાવલ’ તેમના માટે ઘરનો સ્વાદ છે અને તેના વિના એક દિવસ પણ પસાર થઈ શકતો નથી.
વીડિયોમાં પ્રિયંકા સાથે ભોજનની વાતો
પોસ્ટ સાથેના વીડિયોમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે હવે તેમને કબાબ, ચિકન ટિક્કા, તંદૂરી ચિકન, દાળ મખની, કાશ્મીરી કોફ્તા અને ‘હાક’ ગમે છે. પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi)એ ઉમેર્યું કે દાળ-ચાવલ તેઓ રોજ ખાતા હતા. સોનિયા ગાંધીએ એમ પણ કહ્યું કે આ ઘરમાં આવ્યા દિવસથી આજ સુધી માત્ર અરહર દાળ જ બને છે, બીજી કોઈ નહીં.
સંસ્મરણ પુસ્તક ‘Belonging’ની ઝલક
આ વાતો તેમના આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ના પ્રચાર સાથે જોડાયેલી છે, જે 10 નવેમ્બરે પ્રકાશિત થવાનું હતું. 544 પાનાંનું આ પુસ્તક યુદ્ધ પછીના ઇટાલીમાં તેમના બાળપણથી લઈને રાજીવ ગાંધી સાથેની મુલાકાત અને સંબંધની સફર વર્ણવે છે.
આ પણ વાંચો: સોનિયા ગાંધીના પુસ્તકમાં PM મોદીનો ઉલ્લેખ, બાબરીથી 2004 સુધીના અનેક ખુલાસા
આ પણ વાંચો: સોનિયા ગાંધીએ લાલુ પ્રસાદ યાદવની મુલાકાત લીધી, સ્વાસ્થ્યના હાલચાલ પૂછ્યા; જૂની યાદો તાજી થઈ
આ પણ વાંચો: સોનિયા ગાંધીનું Instagram પર ડેબ્યૂ, પુસ્તક ‘Belonging’ની પ્રથમ ઝલક શેર કરી
