Political/ લો બોલો!! રાહુલ ગાંધીને પોતાના પરિવારનાં ઈતિહાસ વિશે પણ નથી ખબર: અનિલ વિજ

હરિયાણાનાં ગૃહ પ્રધાન અનિલ વિજે શુક્રવારે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘હમ દો, હમારે દો’ નાં નારા તેમના દાદી અને પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશનાં કુટુંબ આયોજન અભિયાન માટે આપ્યા હતા.

India

હરિયાણાનાં ગૃહ પ્રધાન અનિલ વિજે શુક્રવારે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘હમ દો, હમારે દો’ નાં નારા તેમના દાદી અને પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશનાં કુટુંબ આયોજન અભિયાન માટે આપ્યા હતા. રાહુલ ગાંધીએ ગુરુવારે 3 વિવાદિત કૃષિ કાયદા ઉપર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, આ કાયદાઓથી મંડીઓ ખતમ કરવામાં આવશે અને કૃષિ ક્ષેત્ર કેટલાક મોટા ઉદ્યોગકારોનાં નિયંત્રણમાં રહેશે.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું હતું કે, “વર્ષો પહેલા કુટુંબિક આયોજન, હમ દો હમારે દો” નું સૂત્ર હતું. જેવો કોરોના બીજા રૂપમાં આવ્યો છે તેવી જ રીતે આ સૂત્ર ફરીથી આવ્યું છે. આ હમ દો, હમારે દો ની સરકાર છે.” કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષે ટ્વિટ કરીને, કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે, ‘હમ દો, હમારે દો’.

વિજે એક ટ્વિટમાં કહ્યું, “રાહુલ ગાંધીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ‘હમ દો-હમારે દો’ ની સરકાર છે.” કદાચ રાહુલ ગાંધીને ખબર નથી કે તેમની દાદી ઈન્દિરા ગાંધીએ ‘હમ દો હમારે દો’ સૂત્ર આપ્યું હતું.” તેમણે વધુમાં કહ્યું કે, ‘અમારું (ભાજપનું) સૂત્ર’ સબકા સાથ, સબકા વિકાસ’ છે. રાહુલ ગાંધીને તેમના પરિવારનો ઇતિહાસ જ ખબર નથી.

બુધવારે રાહુલ ગાંધીએ લોકસભામાં બજેટ ચર્ચામાં ભાગ લેતી વખતે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે સરકાર પર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો અને કોઈ નામ લીધા વિના કહ્યું, “હવે ચાર લોકો દેશ ચલાવી રહ્યા છે, અને બધાને ખબર છે કે તેઓ કોણ છે.”

Supreme Court / એમેઝોનએ ફ્યુચર ગ્રૂપ સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો

Political / સરકારે ભારતની ધરતી ચીનને સોંપી : રાહુલ ગાંધીની વડા પ્રધાન મોદી પર ટિપ્પણી

રાજકારણ / ગાંધીજી-સરદાર બાદ ગુરુદેવ-નેતાજીનાં નામે રાજકીય રોકડી? કદાચ સ્વામીજી ચૂંટણી ટેન્શનમાં ભૂલાઇ ગયા હશેે?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ