લોકસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટી ઘણા નિર્ણયો લેવા જઇ રહી છે. જેમા સૌ પ્રથમ સામે આવ્યુ હતુ કે, કોંગ્રેસનાં અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધી રાજીનામું આપશે પણ અન્ય નેતાઓનાં મનાવવાથી આ વાત હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. જો કે હવે કોંગ્રેસ તરફથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુરુવારે જાણકારી જાહેર કરતા કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ છે કે, પાર્ટીનાં પ્રવક્તા ટીવી ડિબેટ્સમાં ભાગ લેશે નહી.
.@INCIndia has decided to not send spokespersons on television debates for a month.
All media channels/editors are requested to not place Congress representatives on their shows.
— Randeep Singh Surjewala (@rssurjewala) May 30, 2019
લોકસભામાં હાર મળ્યા બાદ કોંગ્રેસ ક્યા કમી રહી ગઇ અને ભૂલ થઇ ગઇ શોધી રહી છે. ત્યારે એક પછી એક નિર્ણયો પણ પાર્ટીનાં સામે આવી રહ્યા છે. આજે ગુરુવારે સવારે કોંગ્રેસ પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ ટ્વીટ કરતા લખ્યુ કે, કોંગ્રેસ પાર્ટીએ એક મહિના સુધી ટીવી ડિબેટ્સમાં પ્રવક્તાને નહી મોકલવાનો નિર્ણય કર્યો છે. એવામાં દરેક મીડિયા ચેનલ/સંપાદકોને નિવેદન છે કે તે કોંગ્રેસનાં પ્રતિનિધિઓને પોતાના શો માં ભાગ ન બનાવે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ચૂંટણીમાં હાર મળ્યા બાદ સમાજવાદી પાર્ટીએ સ્પષ્ટપણે સૂચના આપી હતી કે કોઈ પણ નિયુક્ત પેનલિસ્ટ હવે મંજૂરી વિના મીડિયા સમક્ષ પાર્ટીનો પક્ષ નહી રાખે. ચૂંટણી સમાપ્ત થયા પછી, પક્ષે 24 મેનાં રોજ નિર્દેશ આપ્યો હતો.
