ઓનલાઇન ખરીદીનાં ઘણા ફાયદાઓ હોય છે. એક, તમે ઘરે બેઠા પ્રોડક્ટ્સની ડિલિવરી મેળવી શકો છો. બીજું, જો તમે કંઈક ઓનલાઇન ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો પછી જેણે પ્રોડક્ટને પહેલા ખરીદ્યું છે તેના રિવ્યૂ વાંચીને તમે અંદાજો લગાવી શકો છો કે આ પ્રોડક્ટ્સ કેવી છે? પરંતુ કેટલીકવાર રિવ્યૂમાં લખેલી ચીજો તમને આશ્ચર્યચકિત પણ કરે છે. આવો જ એક કિસ્સો આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.

શોપિંગ વેબસાઇટ એમેઝોન પર એક વ્યક્તિએ ગાયનાં છાણને કેક સમજીને ખરીદી લીધુ. હદ તો ત્યારે થઇ કે જ્યારે આ વ્યક્તિએ ન માત્ર કેક જ ખાધી પણ તેનો સ્વાદ કેવો લાગ્યો તે પણ લખી દીધુ. આ શખ્સે ઓનલાઇન શોપિંગ સાઇટ એમેઝોનથી ધાર્મિક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉપલા (સૂકા ગાયનાં છાણ) નો ઓર્ડર આપ્યો હતો. આ શખ્સે જેવા આ છાણનાં ઉપલા ખાધા કે તેની તબિયત બગડવા લાગી. તેણે રિવ્યૂમાં લખ્યું- તે ખરેખર ખૂબ જ ખરાબ ટેસ્ટ છે.

એક ટ્વિટર યૂઝર ડો.સંજય અરોરાએ એક સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો. તેણે આ ત્યારે કર્યું જ્યારે તેણે એમેઝોનનાં રિવ્યૂ કોમેન્ટમાં એક પોસ્ટ જોઇ જેમાં ઉપલા વિશે કોમેન્ટ કરવામાં આવી હતી. ડો.સંજય અરોરાએ લખ્યું- આ વ્યક્તિએ જે બ્રાન્ડમાંથી ઓર્ડર આપ્યો હતો તેના વિશે ખરાબ કોમેન્ટ કરી. તેણે કહ્યું કે, ગાયનાં છાણની કેક “સ્વાદમાં કાદવ” છે અને તેણે “આ ઉત્પાદનની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી છે.”
OMG! / લગ્નમાં ચાંદલો લેવા માટે હવે અપનાવી શકાશે આ નવી રીત
Pune / જાયન્ટ સાઈઝની ડીશને 1 કલાકથી પણ ઓછા સમયમાં આરોગી આ શખ્સે જીત્યુ રોયલ એનફિલ્ડ
Wow! / રામ સેતુ ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યો તેનું રાજ હવે ખુલશે – સંશોધન કાર્યને મળી મંજૂરી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
