BUSINESS: Amazon અને ફ્લિપકાર્ટમાં Saleની રાહ જોતા ગ્રાહકો માટે સારા સમાચાર છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે એમેઝોન અને ફ્લિપકાર્ટ આગામી ઓગસ્ટમાં પોતાની ફ્રીડમ સેલ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સેલમાં સ્માર્ટફોન, લેપટોપ, AC, TV, ફ્રિજ, વોશિંગ મશીન સહિત અનેક પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ, બેંક ઓફર, નો-કોસ્ટ ઈએમઆઈ અને એક્સચેન્જ ઓફર મળશે.
Amazon, ફ્લિપકાર્ટ પર ફ્રીડમ સેલ ક્યારે શરૂ થશે?
ફ્લિપકાર્ટનો આ સેલ 7 ઓગસ્ટથી શરૂ થઈને 15 ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે Amazonની Great Sale 8 ઓગસ્ટથી શરૂ થશે. ખાસ સભ્યો માટે આ સેલ એક દિવસ વહેલી શરૂ થશે.ફ્લિપકાર્ટ Plus અનેફ્લિપકાર્ટ Black સભ્યો 6 ઓગસ્ટથી સેલનો લાભ લઈ શકશે, જ્યારે એમેઝોન Prime સભ્યો માટે 7 ઓગસ્ટથી ઓફર્સ ઉપલબ્ધ થશે.
સ્માર્ટફોન સહિત ઇલેક્ટ્રોનિક્સ પર મળશે મોટા ડિસ્કાઉન્ટ
આ સેલ દરમિયાન Samsung, OnePlus, iQOO, Realme, Xiaomi અને Apple જેવી લોકપ્રિય બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ લેપટોપ, ટેબલેટ, સ્માર્ટ TV, AC, ફ્રિજ અને વોશિંગ મશીન જેવી હોમ એપ્લાયન્સિસ પર પણ ખાસ ઓફર્સ મળશે. કેટલીક પ્રોડક્ટ્સ લોન્ચ પ્રાઈસ કરતાં પણ ઓછી કિંમતે ખરીદી શકાય તેવી શક્યતા છે.
બેંક ઓફર, નો-કોસ્ટ ઈએમઆઈ અને એક્સચેન્જનો લાભ
બંને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પસંદગીના બેંક કાર્ડ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપશે. ઉપરાંત ગ્રાહકોને નો-કોસ્ટ EMI, એક્સચેન્જ ઓફર અને અન્ય વિશેષ લાભ પણ મળશે. કંપનીઓએ હજુ તમામ ડીલ્સ જાહેર કરી નથી, પરંતુ આગામી દિવસોમાં દરેક કેટેગરીની ઓફર્સ જાહેર કરવામાં આવશે.
ગ્રાહકો માટે ખરીદીની મોટી તક
તાજેતરમાં એમેઝોન Prime Day સેલ અને ફ્લિપકાર્ટની અગાઉની સેલમાં ગ્રાહકોને સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ પર સારા ડિસ્કાઉન્ટ મળ્યા હતા. હવે Saleમાં વધુ મોટા ડિસ્કાઉન્ટ મળવાની અપેક્ષા છે. જો તમે નવો સ્માર્ટફોન અથવા ઘર માટે AC, TV, ફ્રિજ કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સેલ તમારા માટે સારો અવસર બની શકે છે.
આ પણ વાંચો: Amazonથી કુરિયર રીસિવ કરતી વખતે આટલું ચેક કરો, પેકેટ સાથે છેડછાડ નહીં થાય
આ પણ વાંચો: ‘ક્વિક કોમર્સ માર્કેટ’ની અસર! Amazon હવે 15 મિનિટમાં તમારા ઘરે સામાન પહોંચાડશે
આ પણ વાંચો: સરકારી વેબસાઇટનો ધડાકો! Flipkart-Amazon કરતા સસ્તો સામાન મળશે અહિયાં
