Not Set/ પ્રથમ ટેસ્ટમાં મળેલી શરમજનક હાર બાદ ભારતીય ટીમમાં આ ખેલાડીઓને મળી શકે છે સ્થાન, વાંચો

જોહનિસબર્ગ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની સિરીઝમાં ભારતીય ટીમનો પ્રથમ ટેસ્ટમાં ૭૨ રને પરાજય થયો હતો. પ્રથમ ટેસ્ટમાં મળેલા શરમજનક પરાજય બાદ ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવન સામે સવાલો ઉભા થયા હતા. ત્યારબાદ શનિવારથી સેન્ચુરીયનમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં ફેરફાર થવાની સંભાવના જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બીજી […]

Sports

જોહનિસબર્ગ,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની સિરીઝમાં ભારતીય ટીમનો પ્રથમ ટેસ્ટમાં ૭૨ રને પરાજય થયો હતો. પ્રથમ ટેસ્ટમાં મળેલા શરમજનક પરાજય બાદ ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવન સામે સવાલો ઉભા થયા હતા. ત્યારબાદ શનિવારથી સેન્ચુરીયનમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં ફેરફાર થવાની સંભાવના જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બીજી ટેસ્ટ મેચમાં ઓપનર શિખર ધવનની જગ્યાએ પ્રથમ ટેસ્ટમાં બહાર રહેલા લોકેશ રાહુલ તેમજ અજીન્ક્ય રહાણેની વાપસી અને રોહિત શર્માની બાદબાકી થઇ શકે છે. લોકેશ રાહુલ મુરલી વિજય સાથે ઓપનીંગ કરે શકે છે જયારે અજીન્ક્ય રહાણે મિડલ ઓર્ડરમાં ન. ૫ પર બેટિંગ કરી શકે છે.

મહત્વનું છે કે, પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ૭૨ રને શરમજનક હાર થઇ હતી. આ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં બ ભારતીય ટીમના બેટ્સમેન દક્ષિણ આફ્રિકાની પેસ બેટરી સામે શરણાગતિ સ્વીકારી હતી અને પ્રથમ ઇનિંગ્સમાં ૨૦૯ અને બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૩૫ રનમાં સમેટાઈ ગયું હતું.