Not Set/ પીવી સિંધુ સાથે લગ્ન કરવા માંગે છે આ વૃદ્ધ,ઉઠાવી જવાની પણ તૈયારી

પ્રેમમાં વ્યક્તિ શું કરી શકે છે તેનું ઉદાહરણ તામિલનાડુમાં જોવા મળ્યું જ્યાં 70 વર્ષિય વૃદ્ધાએ બેડમિંટન ચેમ્પિયન પીવી સિંધુ સાથે લગ્ન કરવા માટે અરજી દાખલ કરી છે. આ વડીલે ધમકી આપી છે કે જો તેણે પીવી સિંધુ સાથે લગ્ન નહીં કર્યા તો તે સિંધુનું અપહરણ કરશે. આ સમાચાર સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે આ […]

Sports

પ્રેમમાં વ્યક્તિ શું કરી શકે છે તેનું ઉદાહરણ તામિલનાડુમાં જોવા મળ્યું જ્યાં 70 વર્ષિય વૃદ્ધાએ બેડમિંટન ચેમ્પિયન પીવી સિંધુ સાથે લગ્ન કરવા માટે અરજી દાખલ કરી છે. આ વડીલે ધમકી આપી છે કે જો તેણે પીવી સિંધુ સાથે લગ્ન નહીં કર્યા તો તે સિંધુનું અપહરણ કરશે. આ સમાચાર સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે

આ મામલો તમિળનાડુનો છે, રામનાથપુરમમાં રહેતા 70 વર્ષિય મલાઈસ્વામીએ જિલ્લા મેજિસ્ટ્રેટને પીવી સિંધુ સાથે લગ્ન કરવા માટે અરજી કરી છે,જો લગ્નનું આયોજન ન થઈ શકે તો મલાઇસ્વામી પીવી સિંધુનું અપહરણ કરશે અને લગ્ન કરશે.

મલાઈસ્વામી દર અઠવાડિયે રામનાથપુરમમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની જાહેર સભામાં પહોંચ્યા હતા અને અરજી કરી હતી. જ્યારે મલાઈસ્વામી અરજ કરી રહ્યા હતા, ત્યારે આસપાસના લોકો તેમની તરફ આશ્ચર્યજનક જોવા લાગ્યા અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

આ વ્યક્તિએ કહ્યું કે હું ફક્ત 16 વર્ષનો છું અને મારો જન્મ 4 એપ્રિલ 2004 ના રોજ થયો હતો. તેમણે કહ્યું કે પીવી સિંધુની શાનદાર રમત અને કારકિર્દીથી મારૂ મન મોહિ લીધું છે અને હું તેને જીવન સાથી બનાવવા માંગું છું.

આ સમાચાર વાયરલ થયા પછી લોકો મલાઈસ્વામીને જોવા માટે આવી રહ્યા છે અને બીજી બાજુ તેના માનસિક સ્વાસ્થ્ય અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.