દુબઈ,
UAEમાં રમાઈ રહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાનની ટીમનો પરચો જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા પાંચ વખતની એશિયા કપ ચેમ્પિયન ટીમ શ્રીલંકાને હરાવ્યા બાદ હવે લીગ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને ૧૩૬ રને હારનો સ્વાદ ચખાડ્યો છે.
ગુરુવારે રમાયેલી એશિયા કપની લીગ મેચમાં અફઘાનિસ્તાને રાશિદ ખાનના ઓલરાઉન્ડર પ્રદર્શન અને શાહિદીના ૫૮ રન સાથે બાંગ્લાદેશની ટીમને ૧૩૬ રને કારમો પરાજય આપ્યો હતી.
Spinner Rashid Khan's late cameo and some impressive bowling by Afghanistan helped them to register a massive 136-run win over Bangladesh in their Group B clash of the ongoing Asia Cup at the Sheikh Zayed Stadium
Read @ANI Story | https://t.co/EtusDgc3SE pic.twitter.com/o49z38wazi
— ANI Digital (@ani_digital) September 20, 2018
રાશિદ ખાનને તેના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૨૫૫ રન બનાવ્યા હતા અને વિરોધી ટીમને ૨૫૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
અફઘાનિસ્તાન તરફથી મિડલ ઓર્ડર બેટ્સમેન હસમુતુલ્લાહ શાહિદીના ૫૮ રન અને ગુલબાદિન નાઇબે ૪૨ રન બનાવ્યા હતા, જયારે મેચની અંતિમ ઓવરોમાં રાશિદ ખાને માત્ર ૩૨ બોલમાં ૮ ફોર અને ૧ સિક્સર સાથે ૫૮ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી.
જયારે બાંગ્લાદેશ તરફથી સ્પિન બોલર શાકિબ ઉલ હસને સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી.
જો કે અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૨૫૬ રનના લક્ષ્ય સામે બાંગ્લાદેશની પૂરી ટીમ માત્ર ૧૧૯ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ૧૩૬ રને હારનો સ્વાદ ચાખ્યો હતો.
બાંગ્લાદેશ તરફથી માત્ર ટીમના અનુભવી બોલર શાકિબ ઉલ હસને સૌથી વધુ ૩૨ રન બનાવ્યા હતા. આ સિવાય ટીમનો અન્ય કોઈ બેટ્સમેન અફઘાનિસ્તાનના બોલરો સામે ટકી શક્યો ન હતો.
અફઘાનિસ્તાનની ટીમ તરફથી સ્પિન બોલાર રાશિદ ખાન, મુજિબ ઉર રહેમાન અને ગુલબાદિન નાઇબે અનુક્રમે ૨ – ૨ વિકેટ ઝડપી હતી.
