Not Set/ Asian Games ૨૦૧૮ : રીક્ષાચાલકની દીકરી સ્વપ્ના બની ગોલ્ડન ગર્લ્સ, હેપ્ટાથલનમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે. ભારતના ખાતામાં અત્યારસુધીમાં ૧૧ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૩ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૫૪ મેડલ આવ્યા છે. ભારતને એશિયન ગેમ્સમાં ૧૧મો ગોલ્ડ મેડલ ઉત્તરી બંગાળની સ્વપ્ના બર્મને અપાવ્યો હતો. સ્વપ્નાએ હેપ્ટાથલનમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ ઈતિહાસ રચ્યો છે અને તે […]

Sports

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત જોવા મળી રહ્યું છે. ભારતના ખાતામાં અત્યારસુધીમાં ૧૧ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૩ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૫૪ મેડલ આવ્યા છે.

ભારતને એશિયન ગેમ્સમાં ૧૧મો ગોલ્ડ મેડલ ઉત્તરી બંગાળની સ્વપ્ના બર્મને અપાવ્યો હતો. સ્વપ્નાએ હેપ્ટાથલનમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ ઈતિહાસ રચ્યો છે અને તે આ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. સ્વપ્ના બર્મને સાત સ્પર્ધાઓમાં કુલ ૬૦૨૬ પોઈન્ટ સ્તાહે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

૨૧ વર્ષની સ્વપ્ના બર્મન અંગે દેશના અમુક લોકોને જ ખબર હશે, પરંતુ હવે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે તે ગોલ્ડન ગર્લ્સ બની ગઈ છે. આજે આ મોટી ઉપલબ્ધિ બાદ દેશના લોકો તેની પર ગર્વ કરી રહ્યા છે.

સ્વપ્ના બર્મન ઉપરાંત દૂતી ચંદે વધુ એકવાર શાનદાર પ્રદર્શન કરતા ૨૦૦ મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ટેબલ ટેનિસના મિક્સ મુકાબલામાં મનિકા બત્રા અને અચંત શરથ કમલે બ્રોન્ઝ મેડલ જયારે અપીન્દર સિંહે ટ્રિપલ જપ્મમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત ભારતીય હોકી ટીમ પણ ફાઈનલમાં પહોચવામાં સફળ રહી છે. શુક્રવારે ફાઈનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે.