મેલબર્ન,
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં અમેરિકાની દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કારી લીધો છે.
સોમવારે સેરેના વિલિયમ્સે રોમાનિયાની વર્લ્ડ નંબર ૧ ખેલાડી સિમોના હાલેપને ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલા હરાવી હતી.
Great fight @Simona_Halep!
We will see you soon 👋#AusOpen pic.twitter.com/tympHQpA9k
— #AusOpen (@AustralianOpen) January 21, 2019
આ સાથે જ ૩૭ વર્ષીય સેરેનાએ ૬-૧, ૪-૬, ૬-૪થી હાલેપને હરાવી ઓસ્ટ્રેલિયમ ઓપનમાં ૧૨મી વખત ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
આ શાનદાર જીત બાદ હવે ક્વાર્ટર ફાઈનલમાં સેરેનાનો મુકાબલો ચેક ગણરાજ્યની વર્લ્ડ નંબર ૭ કૈરોલિના પ્લિસ્કોવા સામે થશે. આ પહેલા કૈરોલિના પ્લિસ્કોવાએ સ્પેનની ગાર્બાઇન મુગુરુજાને ૬-૩, ૬-૧થી હરાવી હતી અને અંતિમ ૮માં પ્રવેશ કર્યો હતો.
