Not Set/ CWG 2018 : વેઇટલિફ્ટિંગ બાદ શુટિંગમાં પણ ભારતનો ડંકો, મનુ ભાકેરે ૧૦ મીટર એયર રાઈફલમાં જીત્યો ગોલ્ડ

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સનો ચોથો દિવસ પણ ભારત માટે બેવડી ખુશી લઈને આવ્યો છે. રવિવારે ભારતીય ખેલાડીઓ વેઇટલિફ્ટિંગ બાદ શુટિંગમાં પણ ગોલ્ડ મેડલ સિદ્ધ કરવામાં સફળ રહ્યા છે. ભારતને ૧૬ વર્ષની મનુ ભાકેરે મહિલાઓની ૧૦ મીટર એયર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા રવિવારે પૂનમ યાદવે વેઇટલિફ્ટિંગની ૬૯ […]

Top Stories

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સનો ચોથો દિવસ પણ ભારત માટે બેવડી ખુશી લઈને આવ્યો છે. રવિવારે ભારતીય ખેલાડીઓ વેઇટલિફ્ટિંગ બાદ શુટિંગમાં પણ ગોલ્ડ મેડલ સિદ્ધ કરવામાં સફળ રહ્યા છે. ભારતને ૧૬ વર્ષની મનુ ભાકેરે મહિલાઓની ૧૦ મીટર એયર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલા રવિવારે પૂનમ યાદવે વેઇટલિફ્ટિંગની ૬૯ કિગ્રા કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે ભારતના ખાતામાં વેઇટલિફ્ટિંગમાં પાંચ અને શુટિંગમાં એક મળીને કુલ ૬ ગોલ્ડ મેડલ આવ્યા છે.

રવિવારે મનુ ભાકેર ઉપરાંત ૧૦ મીટર એયર રાઈફલમાં હિના સિધ્ધુએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં મનુને ૨૪૦.૯ પોઈન્ટ મળ્યા હતા જયારે હિનાને ૨૩૪ પોઈન્ટ મળ્યા હતા. ભારતના નિશાનેબાજ રવિ કુમારે પણ શાનદાર પ્રદર્શન કરતા ૧૦ મીટર એયર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. રવિએ ફાઈનલ મુકાબલામાં ૨૨૪.૧ પોઈન્ટ હાંસલ કર્યાં હતા અને તે ત્રીજા સ્થાને રહ્યો હતો.

આ પહેલા ભારતને વેઇટલિફ્ટિંગમાં પાંચ ગોલ્ડ મેડલ મળી ચુક્યા છે. શનિવારે ભારતના આર વેંકટ રાહુલ નામના ખેલાડીએ વેઇટલિફ્ટિંગમાં ૮૫ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત પૂનમ યાદવે એક અને  મીરાબાઇ ચાનુ અને સંજીતા ચાનુએ બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

આ સાથે ભારતના ખાતામાં કુલ ૧૦ મેડલ આવ્યા છે જેમાં ૬ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત કુલ ૧૦ મેડલ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોચ્યું છે. ભારત કરતા ઓસ્ટ્રેલિયા ૬૧ મેડલ સાથે પ્રથમ અને ઈંગ્લેંડ ૩૪ મેડલ સાથે બીજા યથાવત છે.