સાઉથમ્પ્ટન,
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ સાઉથમ્પ્ટન ખાતે રમાઈ રહી છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા યજમાન ટીમ ૨૪૬ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂક ૧૭, જેનિંગ્સ ૦, કેપ્ટન જો રૂટ ૪ અને જોની બેયરસ્ટો માત્ર ૬ રન બનાવી પેવેલિયનમાં ભેગા થયા હતા.
https://twitter.com/ICC/status/1035114732204777472
જયારે ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સ ૨૩ રન અને જોસ બટલર ૨૧ રન બનાવી આઉટ થયા હતા.
જો કે ત્યારબાદ ઓલરાઉન્ડર ખેલાડી મોઇન અલી અને સેમ કુરેને સાતમી વિકેટ માટે ૮૧ રનન ભાગીદારી નોંધાવતા ટીમનો સ્કોર ૨૪૬ રન સુધી પહોંચાડવમાં મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો હતો.
મોઇલ અલીએ ૪૦ રન જ્યારે ઝડપી બોલર સેમ કુરેને ટીમ માટે સૌથી વધુ ૭૮ રનની શનદાર ઇનિંગ્સ રમી હતી.
જયારે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ ૩ વિકેેેટ જ્યારે ઇશાંત શર્મા, મોહમ્મદ શામી અને આર અશ્વિને અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી. બીજી બાાજુ ઇશાંત શર્માએ ઈંગ્લેંડના કેપ્ટનને આઉટ કરવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૨૫૦મી વિકેટ હાંસલ કરી છે.
ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જયારે યજમાન ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત ક્રિસ વોક્સ તેમજ ઓલી પોલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે, જયારે તેઓની જગ્યાએ સેમ કુરેન અને ઓલરાઉન્ડર ખેલાડી મોઈન અલીને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
હાલમાં યજમાન ઈંગ્લેંડની ટીમ આ સિરીઝમાં ૨-૧થી આગળ છે. જયારે દુનિયાની નંબર એક ટેસ્ટ ટીમ ભારત પહેલેથી જ ૧-૨થી પાછળ ચાલી રહી છે, ત્યારે ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી ૨-૨થી સરભર કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રેણીની પ્રથમ બે મેચ ગુમાવ્યા બાદ વિરાટ બ્રિગેડે નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ૨૦૩ રને શાનદાર જીત મેળવી હતી. ત્યારે હવે આ જીતનો સિલસિલો બાકીની ટેસ્ટ મેચોમાં યથાવત રાખવાનો પ્રયાસ કરશે.
બીજી બાજુ યજમાન ટીમ શ્રેણી ત્રીજી ટેસ્ટ મેચમાં મળેલી હાર બાદ ચોથી ટેસ્ટ મેચમાં વિજય પ્રાપ્ત કરીને સીરીઝ પોતાના નામે કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.
