Not Set/ ગોલ્ડ કોસ્ટના ૬૬ મેડલ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ ૫૦૦ મેડલ

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા કુલ ૨૬ ગોલ્ડ મેડલ ભારતના ખાતામાં આવ્યા છે. આ સાથે ભારતના ખાતામાં કુલ ૬૬ મેડલ ખાતામાં આવ્યા છે. આ શાનદાર પ્રદર્શન સાથે ભારતે એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ગોલ્ડ કોસ્ટમાં પોતાના અભિયાનની સમાપ્તિ સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કુલ મેડલોની […]

Uncategorized
gfhhhdf ગોલ્ડ કોસ્ટના ૬૬ મેડલ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ ૫૦૦ મેડલ

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા કુલ ૨૬ ગોલ્ડ મેડલ ભારતના ખાતામાં આવ્યા છે. આ સાથે ભારતના ખાતામાં કુલ ૬૬ મેડલ ખાતામાં આવ્યા છે. આ શાનદાર પ્રદર્શન સાથે ભારતે એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

ગોલ્ડ કોસ્ટમાં પોતાના અભિયાનની સમાપ્તિ સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કુલ મેડલોની સંખ્યા ૫૦૪ થઇ ગઈ છે. ભારત પહેલા દુનિયાના ચાર દેશોએ જ ૫૦૦ કરતા વધુ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે.

૨૧માં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં કુલ ૬૬ મેડલ આવ્યા છે. જેમાં ૨૬ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલ ભારતના ખેલાડીઓએ પોતાના નામે કર્યા છે અને પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા ૯૩૨ ગોલ્ડ મેડલ સાથે કુલ ૨૪૧૬ મેડલ મેળવ્યા છે અને તે પ્રથમ સ્થાને છે. જયારે ઇંગ્લેન્ડખાતામાં ૭૧૪ ગોલ્ડ સહિત કુલ ૨૧૪૪ મેડલ સાથે બીજા અને કેનેડા ૪૮૪ ગોલ્ડ સહિત ૧૫૫૫ મેડલ સાથે ત્રીજા સ્થાને છે. ભારતે કુલ ૫૦૪ મેડલમાં ૧૮૧ ગોલ્ડ મેડલ જીત્યા છે.

રાષ્ટ્રીયમંડળ ખેલોમાં સૌથી વધુ મેડલ જીતનારા દેશ :

૧. ઓસ્ટ્રેલિયા  :  ૯૩૨ ગોલ્ડ મેડલ સાથે કુલ ૨૪૧૬ મેડલ

૨. ઇંગ્લેન્ડ      :  ૭૧૪ ગોલ્ડ સહિત કુલ ૨૧૪૪ મેડલ

૩. કેનેડા        :   ૪૮૪ ગોલ્ડ સહિત ૧૫૫૫ મેડલ

૪. ભારત       : ૧૮૧ ગોલ્ડ મેડલ સાથે કુલ ૫૦૪ મેડલ

૫.  ન્યુઝીલેન્ડ :  ૧૫૯ ગોલ્ડ મેડલ સાથે કુલ ૬૫૫ મેડલ

ગોલ્ડ કોસ્ટમાં ભારતે કુલ ૬૬ મેડલ સાથે પોતાનું અભિયાન સમાપ્ત કર્યું છે અને આ દરમિયાન ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ૨૦૧૮ના કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અત્યારસુધી રમાયેલા ગેમ્સમાં સૌથી વધુ ૨૬ ગોલ્ડ મેડલ જીતવામાં પણ સફળ રહ્યું છે.

ગોલ્ડ કોસ્ટમાં ભારતના કુલ ૬૬ મેડલ

૧. નિશાનેબાજી  : ૭ ગોલ્ડ, ૪ સિલ્વર, ૫ બ્રૉન્ઝ, કુલ ૧૬

૨. કુસ્તી  : ૫ ગોલ્ડ, ૩ સિલ્વર, ૪ બ્રોન્ઝ, કુલ ૧૨

૩. વેઇટલિફટિંગ : ૫ ગોલ્ડ, ૨ સિલ્વર, ૨ બ્રોન્ઝ, કુલ ૯

૪. બોક્સિંગ : ૩ ગોલ્ડ, ૩ સિલ્વર, ૩  બ્રોન્ઝ, કુલ ૯

૫. ટેબલ ટેનિસ  : ૩ ગોલ્ડ, ૨ સિલ્વર, ૩ બ્રોન્ઝ, કુલ ૮

૬. બેડમિન્ટન :  ૨ ગોલ્ડ, ૩ સિલ્વર, ૧ બ્રોન્ઝ, કુલ ૬

૭. એથ્લેટિક્સ : ૧ ગોલ્ડ, ૧ સિલ્વર, ૧ બ્રોન્ઝ, કુલ ૩ મેડલ

૮. સ્ક્વોશ :  ૨ સિલ્વર, કુલ ૨ મેડલ

૯. પેરાપવનલિફટિંગ : ૧ બ્રોન્ઝ, કુલ ૧ મેડલ