Not Set/ ભારતની જુનિયર મહિલા હોકી ટીમે બેલ્જિયમને ૨-૦થી હરાવીને મેળવી સતત ત્રીજી જીત

બેલ્જિયમ, ભારતની જુનિયર મહિલા હોકી ટીમે છ દેશોની અંડર-૨૩ ટૂર્નામેન્ટમાં બેલ્જિયમને ૨-૦થી હરાવીને સતત ત્રીજી જીત મેળવી છે. ભારત તરફથી સંગીતા કુમારીએ ૩૬મી મિનિટે અને સલીમા ટેટે ૪૨મી મિનિટે ગોલ કર્યો હતો અને ભારતીય ટીમને શાનદાર જીત અપાવવામાં સિંહ ફાળો ભજવ્યો હતો. ભારતે પ્રથમ મેચમાં આયર્લેન્ડને ૪-૧થી હરાવ્યા બાદ બીજી મેચમાં ગ્રેટ બ્રિટેનને ૧-૦થી પરાજય […]

Sports

બેલ્જિયમ,

ભારતની જુનિયર મહિલા હોકી ટીમે છ દેશોની અંડર-૨૩ ટૂર્નામેન્ટમાં બેલ્જિયમને ૨-૦થી હરાવીને સતત ત્રીજી જીત મેળવી છે. ભારત તરફથી સંગીતા કુમારીએ ૩૬મી મિનિટે અને સલીમા ટેટે ૪૨મી મિનિટે ગોલ કર્યો હતો અને ભારતીય ટીમને શાનદાર જીત અપાવવામાં સિંહ ફાળો ભજવ્યો હતો.

ભારતે પ્રથમ મેચમાં આયર્લેન્ડને ૪-૧થી હરાવ્યા બાદ બીજી મેચમાં ગ્રેટ બ્રિટેનને ૧-૦થી પરાજય આપ્યો હતો. જ્યારે પ્રીતિ દુબેની આગેવાનીવાળી ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ત્રીજી મેચમાં પણ જીત મેળવી.

બેલ્જિયમ સામેની મેચના પહેલા અને બીજા ક્વાર્ટરમાં કોઈ ટીમ ગોલ ન કરી શકી, પરંતુ ભારત ત્રીજા ક્વાર્ટરમાં બેલ્જિયમના ડિફેન્સને ભેદવામાં સફળ રહ્યુ અને ટીમે ૩૬મી મિનિટમાં સંગીતાના ગોલની મદદથી સરસાઈ મેળવી. ત્યારબાદ સલીમાએ ૪૨મી મિનિટમાં પેનલ્ટી કોર્નરની મદદથી ગોલ કરી ભારતને ૨-૦ની સરસાઈ અપાવી.

ભારતીય ટીમે અંતિમ ક્વાર્ટરમાં બેલ્જિયમને ગોલ કરવા ન દેતા મેચ જીતી લીધી. ત્યારે હવે ભારતીય ટીમની ટક્કર કેનેડા સામે થશે. તો બીજી બાજુ ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમની અંડર-૨૩ ફાઈવ નેશન ટૂર્નામેન્ટની ત્રીજા રાઉન્ડ રોબિન મેચ બેલ્જિયમ સામે ૧-૧થી ડો રહી હતી. આ મેચમાં ભારત માટે મોહમ્મદ ઉમરે ગોલ કર્યો હતો, જ્યારે બેલ્જિયમનુ ખાતુ સીરીલ ફ્રાઈંગે ખોલ્યુ. જાકે આ મેચ અંતે ડ્રો રહી હતી.