Not Set/ IPL ૧૧ : પંજાબે દિલ્લી ડેરડેવિલ્સને ૬ વિકેટે હરાવી હાંસલ કરી પ્રથમ જીત, રાહુલે ફટકારી ફાસ્ટેસ્ટ અડધી સદી

મોહાલી, મોહાલીના પીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનના બીજા મુકાબલામાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૬ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ભારતીય ટીમના સ્ટાર ઓફ સ્પિનર આર.અશ્વિનના નેતૃત્વ હેઠળ પ્રથમ વાર રમી રહેલી પંજાબની ટીમે દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૭ રનના ટાર્ગેટને ૧૮.૫ ઓવરમાં વટાવી ૬ વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી. […]

Uncategorized
HHH IPL ૧૧ : પંજાબે દિલ્લી ડેરડેવિલ્સને ૬ વિકેટે હરાવી હાંસલ કરી પ્રથમ જીત, રાહુલે ફટકારી ફાસ્ટેસ્ટ અડધી સદી

મોહાલી,

મોહાલીના પીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મી સિઝનના બીજા મુકાબલામાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ૬ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ભારતીય ટીમના સ્ટાર ઓફ સ્પિનર આર.અશ્વિનના નેતૃત્વ હેઠળ પ્રથમ વાર રમી રહેલી પંજાબની ટીમે દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૭ રનના ટાર્ગેટને ૧૮.૫ ઓવરમાં વટાવી ૬ વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી.

કિંગ્સ ઈલેવન પંજાબની ટીમના શાનદાર વિજયનો હીરો ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ રહ્યો હતો. રાહુલે IPLના ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારતા માત્ર ૧૬ બોલમાં ૫૧ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો.

રાહુલે માત્ર ૧૪ બોલમાં અડધી સદી ફટકારી યુસુફ પઠાણ અને સુનીલ નરેનના ૧૫ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાના રેકોર્ડને તોડતા IPLની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દિલ્લી ડેરડેવિલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૬૬ રન બનાવ્યા હતા. દિલ્લી તરફથી કેપ્ટન ગૌતમ ગંભીરે અડધી સદી ફટકારતા ૫૫ રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંથે ૨૮ અને ક્રિશ મોરિશે ૧૬ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતા. જયારે ચેન્નાઈ તરફથી ઝડપી બોલર મોહિત શર્મા અને મુજીબે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.

દિલ્લી દ્વારા આપવામાં આવેલા ૧૬૭ ટાર્ગેટનો પીછો કરતા કિંગ્સ ઈલેવન પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર મયંક અગ્રવાલ માત્ર ૭ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિઝ પર આવેલા સ્ટાર પ્લેયર યુવરાજ સિંહ પણ ૨૨ બોલમાં માત્ર ૧૨ બનાવી આઉટ થયો હતો.

જો કે ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન કે એલ રાહુલે દિલ્લીના બોલરોની ચારેબાજુ ધુલાઇ કરી હરી અને માત્ર ૧૬ બોલમાં ૫૧ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી. રાહુલ બાદ મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરે શાનદાર અડધી સદી ફટકારતા ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો. કરુણ નાયરના આઉટ થયા બાદ સ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરે ૨૪ અને ઓલરાઉન્ડર સ્ટોનિશે ૨૨ રન બનાવી ટીમને ૬ વિકેટે વિજય અપાવ્યો હતો.