Not Set/ ઝારખંડના સ્પિન બોલર શાહબાજ નદીમે બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

ચેન્નઈ, ઝારખંડના લેફ્ટ આર્મ સ્પિન બોલર શાહબાજ નદીમે ગુરુવારે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. નદીમે વિજય હજારે ટ્રોફી તરફથી રમતા રાજસ્થાન સામે રમતા ૧૦ ઓવરના સ્પેલમાં માત્ર ૧૦ રન આપી આઠ વિકેટ ઝડપી હતી. આ સાથે જ શાહબાજ નદીમે લિસ્ટ એ કેરિયરમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો બે દાયકા જુનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. […]

Trending Sports

ચેન્નઈ,

ઝારખંડના લેફ્ટ આર્મ સ્પિન બોલર શાહબાજ નદીમે ગુરુવારે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. નદીમે વિજય હજારે ટ્રોફી તરફથી રમતા રાજસ્થાન સામે રમતા ૧૦ ઓવરના સ્પેલમાં માત્ર ૧૦ રન આપી આઠ વિકેટ ઝડપી હતી.

આ સાથે જ શાહબાજ નદીમે લિસ્ટ એ કેરિયરમાં સર્વશ્રેષ્ઠ બોલિંગનો બે દાયકા જુનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ પહેલા દિલ્હીના ડાબા હાથના સ્પિનર રાહુલ સંઘવીએ ૧૯૯૭-૯૮માં હિમાચલ પ્રદેશ સામે માત્ર ૧૫ રન આપીને ૮ વિકેટ ઝડપી હતી.

sports-jharkhand shahbaz-nadeem-bowling-record-list-a-cricket-took-8-wickets-10-runs

ભારતીય ટીમમાં પોતાની દાવેદારીને મજબૂત કરતા સ્પિન બોલર નદીમે રાજસ્થાનની ટીમ ૨૮.૩ ઓવરમાં માત્ર ૭૩ રનમાં જ તંબુભેગી થઇ ગઈ હતી.

મને ખબર જ ન હતી કે હું એ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે

વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા બાદ નદીમે જણાવ્યું હતું કે, “મને ત્યાં સુધી ખબર ન હતી કે જયારે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે, હું એ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. રાજ્ય તરફથી રમીને સારું પ્રદર્શન કરી ટીમને જીત અપાવવામાં ખુબ સારું લાગુ છે”.

મહત્વનું છે કે, નદીમે અત્યારસુધીમાં ૯૯ પ્રથમ શ્રેણીમાં ૨૯.૭૪ના એવરેજથી ૩૭૫ વિકેટ ઝડપી છે. જયારે ૮૭ લિસ્ટ એ મેચોમાં ૧૨૪ વિકેટ  અને ૧૦૯ ટી-૨૦ મેચોમાં ૮૯ વિકેટ હાંસલ કરી છે.