રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 7 નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ યોજાવા જઇ રહી છે. આ મેચની ઓનલાઇન ટિકિટોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.બુક માય શો પોર્ટલ પરથી ટિકિટની ખરીદી કરી શકાય છે.
આગામી 31 ઓક્ટોબરથી ટિકિટનુ રૂબરૂ વેચાણ શરૂ કરવામાં આવશે.આ મેદાનની કેપીસીટી 28,000 પ્રેક્ષકોની છે.બાંગ્લાદેશની ટીમ પ્રથમ વખત રાજકોટ આવી રહી છે. અહીં છેલ્લી મેચ ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાઈ હતી જેમાં ન્યુઝિલેન્ડનો 40 રને વિજય થયો હતો.
આગામી મેચને લઇ ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને 31 ઓક્ટોબરથી ફિઝિકલ એટલે કે સ્ટેડિયમ ઉપરાંત શહેરમાં અલગ-અલગ 3 જગ્યાએ ટિકિટ વેચાણ શરૂ કરવામાં આવશે.રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આ અગાઉ પણ ઇન્ટરનેશનલ 6 મેચ અને IPL મેચ યોજાઈ ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
