Not Set/ ફટકડાનો ધમાકો સાંભળતા આખલો વિફર્યો,યુવકને મળી દર્દનાક મોત

ઉત્તરપ્રદેશમાં લખનઉના ચિનહટના સેમરા ગામમાં ફટાકડાના અવાજથી ભડકેલા આખલાએ રસ્તામાં ચાલતા ઇલેક્ટ્રિશિયન છોટેલાલ (38) ને પછાડી-પછાડીને મોતને ઘાટ ઉતાર્યો હતો. લોકોનું કહેવું છે કે આ પહેલા પણ આખલાએ ઘણા લોકો પર હુમલો કરી ઇજા પહોંચાડી છે. ફરિયાદ છતાં પણ જવાબદાર લોકોએ કોઈ કાર્યવાહી કરી ન હતી. જેના કારણે છોટેલાલ નું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને […]

India

ઉત્તરપ્રદેશમાં લખનઉના ચિનહટના સેમરા ગામમાં ફટાકડાના અવાજથી ભડકેલા આખલાએ રસ્તામાં ચાલતા ઇલેક્ટ્રિશિયન છોટેલાલ (38) ને પછાડી-પછાડીને મોતને ઘાટ ઉતાર્યો હતો. લોકોનું કહેવું છે કે આ પહેલા પણ આખલાએ ઘણા લોકો પર હુમલો કરી ઇજા પહોંચાડી છે. ફરિયાદ છતાં પણ જવાબદાર લોકોએ કોઈ કાર્યવાહી કરી ન હતી. જેના કારણે છોટેલાલ નું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ચિનહટના સેમરા ગામનો રહેવાસી છોટેલાલ સોમવારે રાત્રે ઘરે ચાલતા જી રહ્યો હતો. તે દરમિયાન કોઈએ ફટાકડા ફોડ્યા. જેના કારણે આખલો ભડકી ગયો હતો અને છોટેલાલને શિંગડા પર ઉપાડીને જમીન પર પટકાયો હતો. તે કંઇપણ કરી શકે તે પહેલાં, આખલાએ તેને ફરીથી ઉપાડી લીધો અને તેને જમીન પર પછાડ્યો. આ પછી આખલાએ તેને કચડી નાખ્યો, પછી ત્યાંથી ભાગી ગયો. લોકોએ આ ઘટનાની જાણ તેમના પરિવારના સભ્યોને કરી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેને લોહિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોકટરોએ તેને ટ્રોમા સેન્ટર રિફર કર્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

 તેના પરિવારમાં પત્ની સરિતા, પુત્રી શાલિની, સોનમ, શિવાની અને પુત્ર વિશાલ છે. છોટેલાલ તેમના પરિવાર માટે એકમાત્ર કમાવનાર વ્યક્તિ હતો. તેના અવસાનથી સમગ્ર પરિવારમાં ભારે શોક છવાય ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.