Not Set/ આજથી ૩૫ વર્ષ પહેલા ભારતીય ટીમ બની હતી વર્લ્ડ ચેમ્પિયન, જાણો ભારતની સુવર્ણ જીતની એક સફર

નવી દિલ્હી, આજે ૨૫ જૂન, એટલે કે ૩૫ વર્ષ પહેલા આજનો દિવસ ભારતના ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયો હતો, કારણ કે ૨૫ જૂન, ૧૯૮૩ના રોજ જ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે વર્લ્ડ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝને હરાવી  ઈતિહાસ રચ્યો હતો. ૧૯૮૩માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમની એક સફર : (૧.) ૧૯૮૩માં ઈંગ્લેંડમાં […]

Trending Sports
13585 આજથી ૩૫ વર્ષ પહેલા ભારતીય ટીમ બની હતી વર્લ્ડ ચેમ્પિયન, જાણો ભારતની સુવર્ણ જીતની એક સફર

નવી દિલ્હી,

આજે ૨૫ જૂન, એટલે કે ૩૫ વર્ષ પહેલા આજનો દિવસ ભારતના ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયો હતો, કારણ કે ૨૫ જૂન, ૧૯૮૩ના રોજ જ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે વર્લ્ડ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડીઝને હરાવી  ઈતિહાસ રચ્યો હતો.

1852797 આજથી ૩૫ વર્ષ પહેલા ભારતીય ટીમ બની હતી વર્લ્ડ ચેમ્પિયન, જાણો ભારતની સુવર્ણ જીતની એક સફર

૧૯૮૩માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમની એક સફર :

(૧.) ૧૯૮૩માં ઈંગ્લેંડમાં રમાયેલા વર્લ્ડકપની શરૂઆત ભારતીય ટીમે વિજય સાથે કરી હતી. ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી પ્રથમ મેચમાં રોજર બિન્નીના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે વેસ્ટ ઇન્ડીઝને ૩૪ રનથી હરાવ્યું હતું.

(૨.) વર્લ્ડકપની બીજી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આં મેચમાં ભારત તરફથી સંદીપ પાટિલે ૫૪ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા.

(૩.) ત્રીજી મેચમાં સતત બે વિજય બાદ ભારતીય ટીમને ટ્રેન્ટબ્રિજમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ૧૬૨ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝ સામે વધુ એક હાર મળી હતી.

i આજથી ૩૫ વર્ષ પહેલા ભારતીય ટીમ બની હતી વર્લ્ડ ચેમ્પિયન, જાણો ભારતની સુવર્ણ જીતની એક સફર

(૪.) ત્યારબાદ આગળના સ્ટેજમાં પ્રવેશવા માટે ભારતને ઝિમ્બાબ્વે સામે રમાનારી આ મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી જરૂરી હતી ત્યારે કેપ્ટન કપિલ દેવે ૧૩૮ બોલમાં અણનમ ૧૭૫ રનની શાનદાર ઇનિગ્સ રમી હતી અને ભારતને વધુ એકવાર વિજયના પાટા પર લાવ્યા હતા.

(૫.) ઝિમ્બાબ્વે સામેની શાનદાર જીત બાદ ભારતને વધુ એકવાર ઓસ્ટ્રેલિયા સામે ૧૧૮ રને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ મેચનો સૌથી અનોખો નજારો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ક્રિકેટના ફ્રેન્ડસ હાથોમાં “કપિલ દેવ v/s ઓસ્ટ્રેલિયા”ના બેનર લઈને આવ્યા હતા, કારણ કે ઝિમ્બાબ્વે સામે તેઓએ રમેલી શાનદાર ઇનિંગ્સનું આ સન્માન હતું.

196903.3 આજથી ૩૫ વર્ષ પહેલા ભારતીય ટીમ બની હતી વર્લ્ડ ચેમ્પિયન, જાણો ભારતની સુવર્ણ જીતની એક સફર

(૬.) ભારતનો સેમીફાઈનલ મુકાબલો ઈંગ્લેંડ સામે હતો. ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી આ મેચમાં ભારતે ઈંગ્લેંડને ૨૧૩ રન પર સમેટ્યું હતું. ત્યારબાદ મેચ જીતવા માટે જરૂરી ૨૧૪ રનના ટાર્ગેટના જવાબમાં મોહિન્દર અમરનાથના ૪૬, યશપાલ શર્માના ૬૧ અને સંદિપ પાટિલના અણનમ ૫૧ રનની ઇનિંગ્સના સહારે ભારતે આ મેચ ૬ વિકેટથી જીતી હતી અને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

(૭.) વર્લ્ડકપની ફાઈનલ મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર ૧૮૩ રનમાં ઓલ આઉટ થઇ ગઈ હતી.

226795 આજથી ૩૫ વર્ષ પહેલા ભારતીય ટીમ બની હતી વર્લ્ડ ચેમ્પિયન, જાણો ભારતની સુવર્ણ જીતની એક સફર

(૮.) ભારત તરફથી ઓપનર બેટ્સમેન શ્રીકાંતે સૌથી વધુ ૩૮ રન બનાવ્યા હતા જયારે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૨૩૭ રન બનાવનારા મોહિન્દર અમરનાથે ૨૬ રન ફટકાર્યા હતા.

(૯.) ભારત દ્વારા આપવામાં આવેલા ૧૮૪ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઇન્ડીઝની ટીમે એક વિકેટ પર ૫૦ રન બનાવી લીધા હતા, જોતા લાગતું હતું કે વેસ્ટ ઇન્ડીઝ આશાનાથી આ મેચ જીતી લેશે. પરંતુ ૫૦ રન બનાવ્યા બાદ મેચમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જયારે મદનલાલના બોલ પર વિવિયન રિચર્ડના શોટને કપિલ દેવે પાછળ દોડીને શાનદાર કેચ પકડ્યો હતો અને ભારતની મેચ જીતવાની આશા જીવંત થઇ હતી.

kapil dev catch.jpg.image .784.410 આજથી ૩૫ વર્ષ પહેલા ભારતીય ટીમ બની હતી વર્લ્ડ ચેમ્પિયન, જાણો ભારતની સુવર્ણ જીતની એક સફર

(૧૦.) સ્ફોટક બેટ્સમેન વિવિયન રિચર્ડના આઉટ થયા બાદ જયારે મોહિન્દર અમરનાથે વિરોધી ટીમના અંતિમ બેટ્સમેન માઈકલ હોલ્ડિંગને આઉટ કર્યા બાદ જ ભારતે આ મેચ ૪૩ રને જીતી હતી. આ જીત સાથે જ ભારત પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.