Not Set/ ..તો શું કેપ્ટન કોહલીના કારણે જ ઉમેશ યાદવે આ ખાસ ગ્રુપમાં મેળવ્યું સ્થાન ?

હૈદરાબાદ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમનો ૧૦ વિકેટે એકતરફી વિજય થયો હતો. ઝડપી બોલર ઉમેશ યાદવની ઘાતક બોલિંગની સામે કોઈ પણ કેરેબિયન બેટ્સમેન ટકી શક્યો ન હતો, અને ભારતે સિરીઝમાં ૨-૦થી કબ્જો કર્યો હતો. આ ટેસ્ટ દરમિયાન ઉમેશ યાદવે કુલ ૧૦ વિકેટ ઝડપવાની સાથે જ એક ખાસ […]

Trending Sports

હૈદરાબાદ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમનો ૧૦ વિકેટે એકતરફી વિજય થયો હતો. ઝડપી બોલર ઉમેશ યાદવની ઘાતક બોલિંગની સામે કોઈ પણ કેરેબિયન બેટ્સમેન ટકી શક્યો ન હતો, અને ભારતે સિરીઝમાં ૨-૦થી કબ્જો કર્યો હતો.

આ ટેસ્ટ દરમિયાન ઉમેશ યાદવે કુલ ૧૦ વિકેટ ઝડપવાની સાથે જ એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

sports-umesh-yadav-10-wicket-record-virat-kohli-team-india-india-westindies-hyderabad

એક ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપવાની સાથે જ ઉમેશ યાદવ ભારતનો ૮ મો ઝડપી બોલર બની ગયો છે. આ પહેલા પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને ઈરફાન પઠાણ ૨ -૨ વાર, ચેતન શર્મા, વેંકટેશ પ્રસાદ, જવાગલ શ્રીનાથ, ઇશાંત શર્મા અને ઝાહિર ખાને આ ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

જો કે ઉમેશ યાદવને ખાસ રેકોર્ડ બનાવવા પાછળ જોવામાં આવે તો, કેપ્ટન વિરાટ કોહલીનો હાથ છે.

sports-umesh-yadav-10-wicket-record-virat-kohli-team-india-india-westindies-hyderabad

હકીકતમાં, બીજી ટેસ્ટ મેચમાં એક સમયેકેરેબિયન ટીમના ૯ બેટ્સમેન પેવેલિયનમાં ભેગા થયા હતા, ત્યારે આ સમયે પહેલા કોહલીએ બોલિંગ કરવા માટે સ્પિન બોલર રવીન્દ્ર જાડેજાને બોલ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ અચાનક જ વિરાટે પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો અને ઉમેશ યાદવને બોલ આપ્યો હતો.

ટેસ્ટ મેચમાં આ ખાસ મૌકો મળવાની સાથે જ  યાદવે પોતાની ઓવરના પહેલા જ બોલે ગ્રેબિયલને નાખ્યો હતો, ત્યારે કેરેબિયન બેટ્સમેનને બોલ્ડ કરીને મેચમાં પોતાની ૧૦મી વિકેટ હાંસલ કરી હતી.

બીજી ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવે તરખાટ મચાવતા પ્રથમ ઇનિંગ્સમાં ૮૮ રન આપીને ૬ વિકેટ જયારે બીજી ઇનિંગ્સમાં ૪૫ રન આપી ૪ વિકેટ ઝડપી હતી. આ સાથે યાદવે પોતાના ટેસ્ટ કેરિયરમાં પહેલીવાર ૧૦ વિકેટ ઝડપી હતી.