મહેન્દ્ર સિંહ ધોનીની પત્નિ સાક્ષી ધોની અને તેમની પુત્રી જીવાને આજે સૌ કોઇ જાણે છે. ક્રિકેટનાં મેદાનમાં જ્યારે મહેન્દ્ર સિંહ ધોની પોતાની બેટિંગથી બોલરોનાં નાકમાં દમ કરતા હોય છે ત્યારે પત્નિ સાક્ષી અને પુત્રી જીવા તેને ચીયરઅપ કરતા ઘણા ફોટો તમને સોશિયલ મીડિયામાં જોવા મળી જશે. જીવાનાં ઘણા એવા ક્યૂટ ફોટો અને વીડિયોને લોકો ખૂબ પસંદ કરતા રહ્યા છે. પિતા એમએસ ધોની સાથે મોટાભાગનાં વીડિયોમાં જોવા મળતી જીવાનો એક નવો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
https://www.instagram.com/p/B4ABPmxHloJ/?utm_source=ig_web_copy_link
અહી મજાની વાત તો એ છે કે આ વખતે આ ફોટો તેના પિતા મહેન્દ્ર સિંહ ધોનીએ નહીં પરંતુ મમ્મી સાક્ષી ધોનીએ શેર કર્યો છે. સાક્ષી આ ફોટો દ્વારા પોતાનું બાળપણ યાદ કરે છે. બાળપણનાં આ ફોટામાં સાક્ષી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પુત્રી જીવાનાં ફોટો સાથે પોતાનો ફોટો શેર કરતી વખતે સાક્ષી ધોનીએ એક સુંદર કેપ્શન લખ્યું છે. આ ફોટામાં તેણે સુંદર કેપ્શન લખ્યુ છે, ‘અવર ડેડ્સ રાઇડ’ એટલે કે અમારા પિતાની સવારી. આ તસવીરમાં બે ફોટા છે. તેમા જીવા અને સાક્ષી કારનાં બોનેટ પર બેઠા જોવા મળે છે.
https://www.instagram.com/p/B3_xwpuF9A9/?utm_source=ig_web_copy_link
આપને જણાવી દઇએ કે અગાઉ ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની પુત્રી જીવા ધોની સાથે એક નવી કાર ‘નિસાન જોંગા’ ને ધોવાનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો જીવા સિંહ ધોનીનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
