Not Set/ શ્રીલંકા સાથે નવી પારીની PMએ કરી શરૂઆત, રાજપક્ષેએ સ્વકાર્યુ ભારત આવવનું આમંત્રણ

શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ, ગોતાભૈયા રાજપક્ષેને વિદેશ પ્રધાન એસ. જયશંકરે અભિનંદન પાઠવ્યા હતા. વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્રારા શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ, ગોતાભૈયા રાજપક્ષેની મુલાકાત દરમિયામ વિદેશમંત્રી દ્વારા શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રાજપક્ષેને ભારત આવવાનું PM મોદી દ્વારા આમંત્રણ પર જયશંકર દ્વારા આપવામાં આવ્યું. આપને જણાવી દઇએ કે PM મોદી દ્વારા શ્રીલંકન રાષ્ટ્રપતિને આગમી 29  […]

World

શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ, ગોતાભૈયા રાજપક્ષેને વિદેશ પ્રધાન એસ. જયશંકરે અભિનંદન પાઠવ્યા હતા. વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્રારા શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ, ગોતાભૈયા રાજપક્ષેની મુલાકાત દરમિયામ વિદેશમંત્રી દ્વારા શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ રાજપક્ષેને ભારત આવવાનું PM મોદી દ્વારા આમંત્રણ પર જયશંકર દ્વારા આપવામાં આવ્યું. આપને જણાવી દઇએ કે PM મોદી દ્વારા શ્રીલંકન રાષ્ટ્રપતિને આગમી 29  નવેમ્બરે ભારત આવવા માટે વિદેશમંત્રી દ્વાર રૂબરુ કહેણ માકલવામાં આવ્યું હતું જેનો શ્રીલંકાના રાષ્ટ્રપતિ દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો.  શ્રીલંકાના રાષ્ટ્રપતિએ 29 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ભારત પ્રવાસનું આમંત્રણ સ્વીકાર્યું છે. અને પોતા ભારતની મુલાકાત આગામી દિવસોમાં કરશે તેની પુષ્ટી આપી છે.

 

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકન રાષ્ટ્રપતિની ભારત મુલાકાત અનેક રીતે મહત્વ પૂર્ણ છે. રાજપક્ષે અને તેની રાજકીય પાર્ટીને ભારત વિરોધી પાર્ટી માનવામાં આવે છે. રાજપક્ષે પરિવારનો ચીન તરફ જુકાવ અને ચીન સાથેનો રાજકીય ઘરોબો પણ જાણીતો છે. શ્રીલંકામાં સત્તા પરિવર્તન અને રાજપક્ષે પરિવારનું સત્તાનાં કેન્દ્રમાં પાછું ફરવું ભારત માટે અનેક રીતે સંવેદનશીલ ગણવામાં આવે છે.

PM મોદી દ્વારા રાજનૈતિક ચબરાકી બતાવી શ્રીલંકામાં સત્તા પરિવર્તનની સાથે જ શ્રીલંકન રાષ્ટ્રપતિને ભારત આવવાનુ આમંત્રણ અને શ્રીલંકન રાષ્ટ્રપતિદ દ્રારા ત્વરીતે આમંત્રણનો સ્વાકારએ ભારતની શ્રીલંકા સાથે સંબધોની બીજી પારીની સારી શરૂઆત કહી શકાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.