Not Set/ રામ મંદિર મુદ્દે શ્રી શ્રી રવિશંકર અને યોગી વચ્ચે થઇ મુલાકાત

આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં રામ મંદિરના મુદ્દે ચર્ચા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સીએમ યોગી સાથેની મુલાકાત બાદ તેઓ અન્ય લોકો સાથે પણ બેઠક કરી શકે છે. આ મુલાકાતમાં દિગંબર અખાળા, નિર્મોહી અખાડા, રાષ્ટ્રીય મુસ્લિમ સંઘ, શિવસેના, હિંદુ મહાસભા તેમજ વિનય કટિયાર સાથે […]

Top Stories

આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં રામ મંદિરના મુદ્દે ચર્ચા થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સીએમ યોગી સાથેની મુલાકાત બાદ તેઓ અન્ય લોકો સાથે પણ બેઠક કરી શકે છે. આ મુલાકાતમાં દિગંબર અખાળા, નિર્મોહી અખાડા, રાષ્ટ્રીય મુસ્લિમ સંઘ, શિવસેના, હિંદુ મહાસભા તેમજ વિનય કટિયાર સાથે પણ મુલાકાતનો કાર્યક્રમ છે. શ્રી શ્રી રવિશંકર ૧૬ નવેમ્બરે અયોધ્યાની પણ મુલાકાત લેશે.

મહત્વનું છે કે, શ્રી શ્રી રવિશંકર રામ મંદિર મુદ્દે મધ્યસ્થતા કરવા અંગે નિવેદન આપી ચુક્યા છે અને ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે, સ્તિથી બદલાઈ ગઈ છે, હવે લોકો શાંતિ ઈચ્છે છે. આ કોશિશ ૨૦૦૩-૨૦૦૪ માં પણ થઇ હતી પણ અત્યારે માહોલ વધુ સુરક્ષિત છે.