Rajasthan News/ બેથી વધુ બાળકો ધરાવતા રાજ્ય કર્મચારીઓને નહીં મળે પ્રમોશન, રાજસ્થાન હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં એવી માગ કરવામાં આવી હતી કે ભજનલાલ સરકાર 16 માર્ચ 2023ના રોજ જારી કરાયેલા આદેશના આધારે……

Top Stories India Breaking News

Rajasthan News: બેથી વધુ બાળકો ધરાવતા રાજ્ય કર્મચારીઓને (Rajasthan Govt. Employees) હવે રાજસ્થાનમાં પ્રમોશન (Promotion) આપવામાં આપવા પર પ્રતિબંધ મૂકતો ચુકાદો (Verdict) આપ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટનો (Rajasthan Highcourt) આ આદેશ રાજ્ય સરકારના એ નિર્ણય સામે આવ્યો છે જેમાં સરકાર રાજ્યના કર્મચારીઓને પાછલી તારીખથી પ્રમોશન આપી રહી હતી. જસ્ટિસ વિનોદ કુમાર અને જસ્ટિસ પંકજ ભંડારીની બેન્ચે સંતોષ કુમાર અને અન્ય લોકોની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો.

Rajasthan High Court invites applications for District and Sessions Judge posts, apply now @ www.hcraj.nic.in - India Today

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં એવી માંગ કરવામાં આવી હતી કે ભજનલાલ સરકાર 16 માર્ચ 2023ના રોજ જારી કરાયેલા આદેશના આધારે કર્મચારીઓને પ્રમોશનનો લાભ આપી રહી છે. આ તમામ પ્રમોશન એવા કર્મચારીઓને કરવામાં આવી રહ્યા હતા જેમના બેથી વધુ બાળકો (More than 2 child) હોવાના કારણે 5 વર્ષ અને 3 વર્ષથી પ્રમોશન અટકાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં કર્મચારીઓના પ્રમોશનના કારણે સિનિયોરિટી લિસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે પ્રમોશન પર અસર પડી રહી છે.

Is two-child policy a realistic goal in India? - India Today

અરજદારોના વકીલે જણાવ્યું કે વર્ષ 2001માં તત્કાલિન રાજસ્થાન સરકારે 1 જૂન, 2002 પછી ત્રીજા બાળકના જન્મ પર 5 વર્ષ માટે પ્રમોશન પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ પછી, વર્ષ 2017 માં, 5 વર્ષનો સમયગાળો ઘટાડીને 3 વર્ષ કરવામાં આવ્યો. આ પછી, સરકારે 16 માર્ચ, 2023 ના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને તમામ કર્મચારીઓને પ્રમોશન આપવાનો આદેશ આપ્યો હતો. આવી સ્થિતિમાં સરકારના આ નિર્ણયને બારણ અને ઝાલાવાડના પોલીસકર્મીઓ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

Verdict vs Settlement: Understanding the Differences

કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે પાછલી તારીખથી પ્રમોશન આપવું કાયદેસર નથી. કોર્ટે આદેશ પસાર કરીને સરકારના નોટિફિકેશન પર સ્ટે મૂક્યો છે. આ સાથે સરકાર પાસેથી જવાબ પણ માંગવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાન સરકારની ખેડૂતોના કિસાન સમ્માન નિધિમાં બે હજાર રૂપિયાના વધારાની જાહેરાત

આ પણ વાંચો:ઉત્તરાખંડથી રાજસ્થાન સુધી વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે આજનું હવામાન

આ પણ વાંચો:શિક્ષણના ગુજરાત મોડેલમાં વાલીઓનો છેદ ઉડાવી દેવાયો, જ્યારે રાજસ્થાન મોડેલમાં વાલીને અગ્રતા