Not Set/ પીરાણા ડમ્પસાઈટ ભૂગર્ભજળને ઝેર બનાવી રહી છે: એક રીપોર્ટ

અમદાવાદ, પીરણા ડમ્પસાઈટ દિવસે દિવસે એક આપદા બનતી જાય છે. કચરાના કીલ્લાઓમાંથી સતત પ્રદુષિત ધુમાડો ફૂંકાયા કરે છે અને કચરામાંથી ફેલાતી દુર્ગંધ આજુબાજુના વિસ્તારોમાં પ્રસારિત થાય છે. હવે, કચરાનો આ રાક્ષસ ભૂગર્ભજળના સ્ત્રોતમાં પણ ઝેર ભેળવી રહ્યો છે. એલડી કોલેજના સિવિલ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ભૂગર્ભજળના વિશ્લેષણમાં દર્શાવાયું છે કે ભૂગર્ભજળ પ્રદુષણના કારણે […]

Top Stories Ahmedabad India

અમદાવાદ,

પીરણા ડમ્પસાઈટ દિવસે દિવસે એક આપદા બનતી જાય છે. કચરાના કીલ્લાઓમાંથી સતત પ્રદુષિત ધુમાડો ફૂંકાયા કરે છે અને કચરામાંથી ફેલાતી દુર્ગંધ આજુબાજુના વિસ્તારોમાં પ્રસારિત થાય છે. હવે, કચરાનો આ રાક્ષસ ભૂગર્ભજળના સ્ત્રોતમાં પણ ઝેર ભેળવી રહ્યો છે. એલડી કોલેજના સિવિલ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ભૂગર્ભજળના વિશ્લેષણમાં દર્શાવાયું છે કે ભૂગર્ભજળ પ્રદુષણના કારણે બીઆઈએસના તમામ પરિમાણોનો ભંગ થયો છે.

પ્રોફેસર એ એમ મલેકના નેતૃત્વમાં એમના આસિસ્ટન્ટ મુબીન ચોપડાએ અલગ-અલગ વિસ્તારમાંથી ભૂગર્ભજળના 14 સેમ્પલ લીધા હતા. જણાવી દઈએ કે આ બધા વિસ્તારો પીરાણા ડમ્પસાઈટની નજીકમાં જ છે. અભ્યાસમાં જણાયું છે કે પીરાણા ડમ્પસાઈટની નજીકના વિસ્તારો જેવા કે બહેરામપુરા, નગ્મા નગર, ફૈઝલ નગર અને છીપાકુવામાં ભૂગર્ભજળ ભયાનક રીતે પ્રદુષિત થયેલું છે. આ વિસ્તારોમાં સલ્ફેટ, ફોસ્ફેટ અને ક્લોરાઈડનું પ્રમાણ બીઆઈએસના પીવાના પાણીના પરિમાણો કરતા ખુબ વધારે છે.

દાખલા તરીકે, અમુક વિસ્તારોમાં મેગ્નેશિયમ ક્ષારના કારણે પાણીની કઠોરતાને લગતા બીઆઈએસના પરિમાણો કરતા 10 ગણું વધારે પ્રમાણ જોવા મળ્યું છે. જો મેગ્નેશિયમ ક્ષારનું સ્વીકાર્ય સ્તર 30 મીલીગ્રામ પ્રતિ લીટર ગણવામાં આવે તો, એક વિસ્તારમાં 320 મીલીગ્રામ પ્રતિ લીટર જેટલું મળી આવ્યું હતું. કેલ્સિયમ ક્ષારના કારણે પાણીની કઠોરતાનું પ્રમાણ પણ સ્વીકાર્ય મર્યાદા કરતા છ ગણું જોવા મળ્યું હતું અને એક વિસ્તારમાં ટીડીએસનું પ્રમાણ સ્વીકાર્ય લીમીટ કરતા સાત ગણું જોવા મળ્યું હતું. એક સ્થળે નાયટ્રેટનું પ્રમાણ સ્વીકાર્ય મર્યાદા કરતા પાંચ ગણું મળી આવ્યુ છે.

મલેક અને ચોપડાએ જણાવ્યુકે લેન્ડફીલ સાઈટો અને તેની આસપાસના વિસ્તારોનું પાણી પીવા માટે ઉપયોગમાં ના લેવું જોઈએ. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કચરાના નિકાલ માટેની સરખી વ્યવસ્થા કરવી જોઇએ અથવા કચરાનું ડમ્પિંગ તરત જ બંધ કરવું જોઈએ. ભૂગર્ભજળના અલગ-અલગ સેમ્પલ્સ લઈને વિવિધ પરિમાણો જેવા કે અસ્થિરતા, કઠોરતા અને મેગ્નેશિયમ, એમોનીયા, ક્લોરાઈડ, કેલ્સિયમ વગેરેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.