મુંબઈ
છેલ્લા કેટલાક સમયથી સંજય દત્ત અને રણબીર કપુર બન્નેના પ્રશંસકો ફિલ્મ સંજૂની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ મેકર્સ પણ વધુમાં વધુ પ્રશંસકોને આ ફિલ્મ તરફ આકર્ષિત કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે હવે મેકર્સ આવતીકાલે પ્રશંસકોને એક સરપ્રાઈઝ આપવાની તૈયારીમાં છે.
ફોક્સ સ્ટાર હિન્દીના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર સંજૂનુ એક પોસ્ટર શેર કરવામાં આવ્યુ છે, જેમાં રણબીર કપુર સંજય દત્તના મુન્નાભાઈવાળા અવતારમાં નજરે પડી રહ્યો છે. તેની આ ફોટોની સાથે ઉપર હેશટેગ સંજુ સન્ડે સરપ્રાઈઝ લખવામાં આવ્યુ છે.સાથે લખવામાં આવ્ય છે કે આ રવિવાર સૌથી સારો રવિવાર હશે.
Sanju is a father-son story for all ages. Presenting the #JaaduKiJhappi on occasion of Father's Day: Don't forget to tune in when Ranbir goes LIVE on our handle at 12PM.#Sanju @RajkumarHirani @VVCFilms #RajkumarHiraniFilms pic.twitter.com/oCFCBENLpj
— Star Studio18 (@starstudio18_) June 17, 2018
સંજુની ટીમ આ ફાધર્સ ડે પર એક મોટુ સરપ્રાઈઝ લઈને આવી રહી છે. મહત્વનુ છે કે, ફિલ્મમાં રણબીર કપુર ઉપરાંત પરેશ રાવલ, મનીષા કોઈરાલા, અનુષ્કા, સોનમ, દીયા મિર્ઝા પણ નજરે પડશે.
