Tech News/ ચોરી થયેલા વાહનોને કરી શકાશે ટ્રેક, નોઈડાના વૈજ્ઞાનિકે ઉપકરણ વિકસાવ્યું

આ ઉપકરણ સામાન્ય GPS સિસ્ટમથી અલગ છે. આમાં, વાહનના વિવિધ ભાગો જેમ કે એન્જિન, ચેસિસ અને નંબર પ્લેટ પર નાની ચિપ્સ લગાવવામાં આવે છે.

Trending Tech & Auto

Tech News: નોઈડા અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) જેવા વિસ્તારોમાં, વાહન ચોરી (Vehicle theft)ના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઉચ્ચ સુરક્ષા નંબર પ્લેટો હોવા છતાં, ચોરો વાહનો ચોરી કરવા માટે નવી પદ્ધતિઓ અપનાવે છે. પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા પછી પણ, મોટાભાગના વાહનો પાછા મળતા નથી.

આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, નોઈડા સેક્ટર-39 ની સરકારી કોલેજના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના ડૉ. શિશુપાલ સિંહે એક ખાસ ઉપકરણ (Device) બનાવ્યું છે. આ ઉપકરણ ચોરાયેલા વાહનોને ટ્રેક કરવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.

આ ઉપકરણ સામાન્ય GPS સિસ્ટમથી અલગ છે. આમાં, વાહનના વિવિધ ભાગો જેમ કે એન્જિન, ચેસિસ અને નંબર પ્લેટ પર નાની ચિપ્સ લગાવવામાં આવે છે. આ બધી ચિપ્સ એક કંટ્રોલર સાથે જોડાયેલી હોય છે. ખાસ વાત એ છે કે જો ચોર GPS સિસ્ટમ કાઢી નાખે તો પણ બાકીની ચિપ્સ કામ કરતી રહે છે અને વાહનનું સ્થાન ટ્રેક કરી શકાય છે.

Car Theft Prevention - Help Protect Your Car - State Farm®

આ ડિવાઇસમાં વાયરલેસ ટેકનોલોજી (Vireless Technology) અને ખાસ કોડિંગ (Coding)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કોઈ ચોર વાહનનો કોઈપણ ભાગ કાઢવાનો અથવા બીજા વાહનમાં ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે, તો આ ડિવાઇસ તરત જ કાર માલિકને તેના મોબાઇલ પર એલર્ટ મોકલે છે.

ડૉ. શિશુપાલ કહે છે કે આ ઉપકરણ ફક્ત ચોરીના કિસ્સાઓમાં જ નહીં પરંતુ માર્ગ અકસ્માતોમાં પણ મદદરૂપ થઈ શકે છે. જો અકસ્માત પછી વાહન ન મળે, તો આ ઉપકરણ તેનું સ્થાન ટ્રેક કરી શકે છે. તેમણે કહ્યું કે, આ ઉપકરણ બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો અને તેને ભારત સરકાર તરફથી પેટન્ટ પણ મળી ગઈ છે.

Most Stolen Cars In Canada Last Year | Driving

ડિજિટલ ઇન્શ્યોરન્સ પ્લેટફોર્મ એકોના રિપોર્ટ મુજબ, NCRમાં સૌથી વધુ ચોરાયેલી કાર મારુતિ વેગન આર, સ્વિફ્ટ, હ્યુન્ડાઇ ક્રેટા, સેન્ટ્રો અને હોન્ડા સિટી છે. હીરો સ્પ્લેન્ડર, હોન્ડા એક્ટિવા અને બજાજ પલ્સર જેવી બાઇકો પણ ચોરોના નિશાના પર છે.

આ ઉપકરણને ‘સિસ્ટમ ફોર પ્રિવેન્ટિંગ થેફ્ટ ઓફ વ્હીકલ’ (System for Preventing theft of vehicle) નામ આપવામાં આવ્યું છે. તેમાં ત્રણ વાયરલેસ ચિપ્સ અને એક કંટ્રોલર છે જે વાહનમાં ગુપ્ત રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આ નવીનતા વાહન માલિકોને રાહત તો આપશે જ પણ પોલીસ તપાસમાં પણ મદદરૂપ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Generative AI માનવીય સભ્યતા માટે આશીર્વાદ છે કે અભિશાપ

આ પણ વાંચો:ACમાં કયો Gas ભરવામાં આવે છે? અંદાજે કેટલો ખર્ચ કરવો પડતો હોય છે…

આ પણ વાંચો:એરપોર્ટ પર ખોવાયેલો સામાન હવે સરળતાથી મળી જશે! એર ઈન્ડિયાએ શોધી કાઢ્યો રસ્તો