Mehsana news/ માં અંબાના દર્શન કરી મહેસાણા પરત ફરતી બસ પર પથ્થરમારો

શક્તિપીઠ અંબાજીમાં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. છેલ્લા કેટલાક સમયથી અંબાજીની આસપાસ વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી રહી છે.

Top Stories Gujarat Breaking News
1 48 માં અંબાના દર્શન કરી મહેસાણા પરત ફરતી બસ પર પથ્થરમારો

Mehsana News: શક્તિપીઠ અંબાજીમાં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. છેલ્લા કેટલાક સમયથી અંબાજીની (Ambaji) આસપાસ વાહનો પર પથ્થરમારાની ઘટનાઓ જોવા મળી રહી છે. ગત રાત્રે (22 ડિસેમ્બર) અંબાજી નજીક યાત્રાળુઓથી ભરેલી ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ ડુંગરાળ વિસ્તારોથી ઘેરાયેલા છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો (Antisocial elements) તેનો ફાયદો ઉઠાવીને પથ્થરમારો કરીને ભાગી જાય છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 12 23T113922.904 1 માં અંબાના દર્શન કરી મહેસાણા પરત ફરતી બસ પર પથ્થરમારો

ગત રાત્રે અંબાજીથી મહેસાણા જતી 3 લક્ઝરી બસો પર પાનસા ગામ પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ભક્તો માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પથ્થરમારાની ઘટના બની હતી. કેટલાક અસામાજિક તત્વોએ બસના આગળના કાચ પણ તોડી નાખ્યા હતા. સદનસીબે આ ઘટનામાં તમામ યાત્રાળુઓનો આબાદ બચાવ થયો છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 12 23T113955.945 1 માં અંબાના દર્શન કરી મહેસાણા પરત ફરતી બસ પર પથ્થરમારો

આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ પોલીસે જુદી-જુદી ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી હતી કે યાત્રાળુઓની બસ પર કોણે પથ્થરમારો કર્યો હતો. સાથે જ લોકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ કરી છે. પથ્થરમારાની સતત ઘટનાઓને કારણે યાત્રિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં ઉંઝા APMC ચુંટણી માં મતદાન પુરૂ

આ પણ વાંચો: મહેસાણાના બેચરાજીના દેલપુરા ગામમાં 8 બાળકોએ ઝેરી ફળ ખાતાં તબિયત લથડી

આ પણ વાંચો: મહેસાણાના યુવકની જાણ બહાર નસબંધી, એક માસ બાદ અપરણિત યુવાનના લગ્ન