fasTag/ ઘર પર હતી કાર છતા પણ ફાસ્ટેગમાંથી કપાઇ ગયા પૈસા, જાણો આવી ઘટના કેવી રીતે બની?

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં હવે FASTag જરૂરી કરી દીધુ છે. એટલે કે હવે હાઈવે પર ટોલ આપતા સમયે તેના પેમેન્ટ ફાસ્ટેગથી જ કરવું પડશે. ઓછુ બેલેન્સ રાખવા છતા પણ એકાઉન્ટમાંથી પૈસા કપાઇ રહ્યા છે. ફાસ્ટેગનો ઉપયોગ કર્યો ન હોવા છતા પણ એક વ્યક્તિના ખાતામાંથી પૈસા કપાઇ ગયા છે. જાણો આ મામલો… આઇટી કર્મચારી વિનોદ જોશીના […]

India

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં હવે FASTag જરૂરી કરી દીધુ છે. એટલે કે હવે હાઈવે પર ટોલ આપતા સમયે તેના પેમેન્ટ ફાસ્ટેગથી જ કરવું પડશે. ઓછુ બેલેન્સ રાખવા છતા પણ એકાઉન્ટમાંથી પૈસા કપાઇ રહ્યા છે. ફાસ્ટેગનો ઉપયોગ કર્યો ન હોવા છતા પણ એક વ્યક્તિના ખાતામાંથી પૈસા કપાઇ ગયા છે. જાણો આ મામલો…

આઇટી કર્મચારી વિનોદ જોશીના ફોન પર ત્રણ એસએમએસ આવ્યા હતા. આ એસએમએસમાં લખ્યું હતું કે તેના ફાસ્ટેગ એકાઉન્ટમાંથી 310 રૂપિયા કાપવામાં આવ્યા છે. સમસ્યા એ છે કે પૂરા દિવસ કાર તેના ઘરે રહી હતી. તો ફાસ્ટેગ ખાતામાંથી રૂપિયા કેવી રીતે કાપવામાં આવ્યા? જોશીએ બનાવટી અથવા ક્લોન થયેલ ફાસ્ટેગના ડરથી આ અંગે તપાસની માંગ કરી છે.

આજથી Fastag દ્વારા ટોલ ટેક્સ ફરજિયાત, નહીં લગાવો તો શું? ક્યાંથી મળે? વિગતો જાણવા કરો ક્લિક | Business News in Gujarati

જોશીએ કહ્યું, ‘બુધવારે મેં મારી કારનો ઉપયોગ માત્ર પુત્રીને શાળામાં મૂકવા માટે કર્યો હતો. તેમની શાળા સેનાપતિ બાપટ રસ્તા પર છે. હું પૂના-મુંબઇ એક્સપ્રેસ વેની આજુબાજુ પણ નહોતો. મારી પાસે સીસીટીવી ફૂટેજ છે જેમાં પૂરા દિવસ કાર ઘરે રહી હતી. તેમણે કહ્યું કે, સવારે આવેલા પહેલા એસએમએસમાં વાશી ટોલ પ્લાઝામાંથી 40 રૂપિયા કાપવાની માહિતી મળી હતી.

જોશીએ કહ્યું, બીજો એસએમએસ 8.40 વાગ્યે આવ્યો, જેમાં ખલાપુર ટોલ પ્લાઝા પર 203 રૂપિયા કપાવાની માહિતી હતી. ત્યારબાદ બપોરે 12.40 વાગ્યે ત્રીજો એસએમએસ આવ્યો. તેમાં 67 રૂપિયાના ટાલેગાંવ ટોલ પ્લાઝા પરથી કપાયા હોવાની માહિતી હતી. જોશીએ ફાસ્ટેગ એકાઉન્ટ આપતી બેંકની ગ્રાહક સેવા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પણ કંઈ બહાર આવ્યું નહીં.

government extended deadline for FASTag till 15th february. FASTag ને લઈ સરકારે રાહત આપી, 15 ફેબ્રુઆરી સુધી ડેડલાઈન વધારી - Gujarati Oneindia

તેણે કહ્યું, જો હું મારા ફાસ્ટેગ ખાતામાં વધારે પૈસા રાખ્યા હોત, તો મારે વધારે નુકસાન ભોગવવું પડી શકત. હું આ અંગે ચિંતિત છું અને અધિકારીઓએ આ મામલાની તપાસ કરવી જોઈએ. જોશીએ બેંકમાં ફરિયાદ નોંધાવી છે અને ટૂંક સમયમાં તેઓ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમનો પણ સંપર્ક કરશે.

એમએસઆરડીસીના ચીફ ડાયરેક્ટરે કહ્યું છે કે અમે ચોક્કસપણે આ મામલાની તપાસ કરીશું. આ પ્રકારનો કિસ્સો પહેલીવાર સામે આવ્યો છે.