Cricket/ પહેલા દિવસે કોહલી વિરુદ્ધ થયેલી બોલાચાલીનો સ્ટોક્સે લીધો બદલો, જાણો કેવી રીતે?

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચનાં પહેલા દિવસે કેપ્ટન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર તણાવ થયો હોવાનુ જોવા મળ્યુ હતુ…

Sports

ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચનાં પહેલા દિવસે કેપ્ટન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર તણાવ થયો હોવાનુ જોવા મળ્યુ હતુ, ત્યારબાદ વિરાટ કોહલી બેન સ્ટોક્સનાં બોલમાં ખાતું ખોલાવ્યા વિના (0 રન) પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

Cricket / વિરાટ કોહલી ગુસ્સાથી થયો લાલઘુમ, સિરાજ માટે સ્ટોક્સ સાથે કરી દીધી બબાલ, જુઓ Video

ભારતીય ટીમની શરૂઆત આજે કઇ ખાસ રહી નહી. પહેલા ચેતેશ્વર પૂજારાએ 17 નાં સ્કોર પર જૈક લીચનાં બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થઇ ગયા અને તે પછી વિરાટ કોહલી પણ ખાતું ખોલાવ્યા વગર સ્ટોક્સનાં બોલ પર ફોક્સને કેચ પકડાવી દીધો. ભારતીય ટીમે માત્ર 41 રનનાં સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. જેમાં ઓપનર શુભમન ગિલ અને વિરાટ કોહલી તેમનુ ખાતું પણ ખોલી શક્યા ન હોતા. આપને જણાવી દઈએ કે, બેન સ્ટોક્સ વિરાટ કોહલીને પાંચમી વખત આઉટ કરવામાં સફળ રહ્યો છે. આ પહેલા આપને જણાવી દઇએ કે, ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જે બાદ હવે સ્ટોક્સે કોહલીને પોતાની બોલિંગમાં આઉટ કરી જાણે બદલો લીધો હોય તેવો દેખાવ કર્યો હતો.

Cricket / ચોથી ટેસ્ટનાં પહેલા દિવસે ઈંગ્લેન્ડ ઓલ આઉટ, શું ત્રીજી ટેસ્ટનું થશે પુનરાવર્તન?

નોંધપાત્ર વાત એ છે કે, ચોથી ટેસ્ટનાં પહેલા દિવસે જ્યારે મોહમ્મદ સિરાજ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે બેન સ્ટોક્સે તેને કંઈક કહ્યું અને તે પછી વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. પહેલા દિવસની રમત પૂરી થયા બાદ મોહમ્મદ સિરાજે કહ્યું કે હું બોલિંગ કરતો હતો ત્યારે બેન સ્ટોક્સે મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને મને ગાળો બોલી, ત્યારબાદ મેં વિરાટ ભાઈને કહ્યું અને પછી તેમણે આ મામલો સંભાળ્યો. જો કે, વિરાટ અને બેન સ્ટોક્સ વચ્ચે ચાલી રહેલી ચર્ચાને રોકવા માટે એમ્પાયરે દખલ કરી બંનેને અલગ કરી દીધા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…