વરસાદ અને ચોમાસા વચ્ચે બિહારમાં ગર્લ્સ હોસ્ટેલ પાસે બનેલી પાણીની ટાંકીમાંથી વિચિત્ર અવાજો આવી રહ્યા હતા. જેના કારણે હોસ્ટેલમાં રહેતી યુવતીઓ અને અન્ય લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પાણીની ટાંકી પર ચઢીને તપાસ કરવામાં આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા. પાણીની ટાંકીમાંથી એક-બે નહીં પરંતુ 42 ખતરનાક સાપ પકડાયા છે.
આ આખો મામલો ભાગલપુરની તિલક માંઝી ભાગલપુર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલનો છે, જ્યાં પાણીની ટાંકીમાંથી 42 ઝેરી સાપ મળી આવ્યા છે. સાપનો અવાજ સાંભળીને હોસ્ટેલની છોકરીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, ત્યારબાદ વન વિભાગની ટીમને તેની જાણ કરવામાં આવી હતી. જ્યારે વન વિભાગની ટીમે ટાંકીની તપાસ કરી તો તેમાં રસેલ વાઇપર સાપ હોવાનું જાણવા મળ્યું હતું.
વન વિભાગની ટીમે તમામ સાપોને રેસ્ક્યુ કર્યા બાદ જંગલમાં છોડી દીધા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે 6 ઓગસ્ટના રોજ યુવતીઓએ વિચિત્ર અવાજો સાંભળ્યા હતા. આ અંગે તેમણે જવાબદાર અધિકારીઓને જાણ કરી હતી. જ્યારે અધિકારીઓએ વન વિભાગની ટીમને તપાસ કરવા કહ્યું તો જાણવા મળ્યું કે વિશ્વના સૌથી ખતરનાક સાપમાંથી એક રસેલ વાઇપર અહીં હાજર છે.
આ વાતની પુષ્ટિ કરતા વન વિભાગ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે ગર્લ્સ હોસ્ટેલમાંથી 42 સાપોને બચાવી લેવામાં આવ્યા હતા અને આ સાપોને 8 ઓગસ્ટના રોજ જંગલમાં છોડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે રસેલ વાઈપર્સ એવા ખતરનાક સાપ છે, જે વિચિત્ર અવાજો કાઢે છે. જો આ સાપ કરડ્યા બાદ સારવારમાં વિલંબ થશે તો વ્યક્તિનું મૃત્યુ થશે તે નિશ્ચિત છે.
મળતી માહિતી મુજબ ભાગલપુરના ઘણા વિસ્તારોમાં ખતરનાક સાપ જોવા મળે છે. અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે જો તેઓ કોઈ સાપ જુએ તો તરત જ વન વિભાગને જાણ કરે. ગભરાશો નહીં અને બચાવ ટીમની રાહ જુઓ.
આ પણ વાંચો: પટનામાં ભાજપ નેતા અજય શાહની ઘર પાસે જ ગોળી મારી કરાઈ હત્યા
આ પણ વાંચો: યોગી આદિત્યનાથનો મહત્વનો નિર્ણય, યાદવ-મુસ્લિમ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણી કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો ઓગસ્ટના અંતમાં થશે જાહેર